જન્મદિવસ ઉજવણીની તસવીર બની અંતિમ તસવીર- સુરતમાં બર્થ ડેના બીજા દિવસે જ 8 વર્ષના બાળકનું મોત

8 year old child died after drowning in lake in Surat: સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા એક 8 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.બાળક પોતાના બાળમિત્રો જોડે રમવા માટે બહાર ગયો હતો. ત્યારે કંસાડ ગામ પાસે આવેલા તળાવમાં બાળમિત્રો નાહવા માટે પડ્યા હતા. જેમાં આ 8 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. અત્ર ઉલ્લેખનીય છે કે બર્થડેના બીજા દિવસે જ બાળકનું મોત(8 year old child died after drowning in lake in Surat) થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ ચાલી રહ્યો છે.પરિવાર માટે આ બાળકના જન્મદિવસની ઉજવણીની તસવીરો અંતિમ યાદ બની ચુકી છે.

બાળક ધોરણ 3માં અભ્યાસ કરતો હતો
તેઓ મૂળ ઝારખંડમાં આવેલ છતારા જિલ્લા કુંભારી ગામના ધીરજકુમાર સિંગ પરિવાર સાથે સચિન વિસ્તારમાં આવેલા માધવદીપ એપાર્ટમેન્ટમાં રહે છે. ધીરજકુમાર સિંગ લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું છે. પરિવારમાં બે દીકરા છે. નાનો દીકરો નીતિશ ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો છે.

સાથી મિત્રો સાથે તળાવમાં નાહવા પડ્યો ને ડૂબી ગયો
તારીખ 11 સપ્ટેમ્બરના રોજ નીતિશનો બર્થડે હતો. જેથી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. નીતિશ તેના મિત્રો સાથે બર્થડે હોવાથી બહાર રમવા ગયો હતો. જેથી તે સ્કૂલે ગયો ન હતો. સાંજે તે સાથી મિત્રો સાથે ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો. ત્યારપછી તમામ મિત્રો કંસાડ ગામ પાસે આવેલ તળાવમાં નાહવા માટે પડ્યા હતા. જેમાં નીતિશ ડૂબવા લાગતાં સાથી મિત્રોએ બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

બાળકને બહાર કાઢતાં મોત નીપજી ચૂક્યું હતું
આ બાળકોની બૂમાબૂમના પગલે નજીકમાં જ રેલવેની કામગીરી કરી રહેલા કામદારો ત્યાં દોડી આવ્યા હતા. નીતિશને પાણીમાંથી બહાર કાઢી તરત જ 108ને જાણ કરી દેવામાં આવી હતી. 108એ ઘટનાસ્થળે પહોંચી તપાસી નીતિશને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન પરિવારને પણ જાણ થતાં દોડી આવ્યો હતો. ત્યારપછી બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

જન્મદિવસની ઉજવણીની તસવીરો અંતિમ યાદ બની
પરિવારના નાના દીકરાના મોતના પગલે પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ તો પરિવાર માટે નીતિશની જન્મદિવસની ઉજવણીની તસવીરો એક અંતિમ યાદ બની ગઈ છે. જ્યારે હાલ આ મામલે સચિન GIDC પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પરિવારના નિવેદન લઈ દીકરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *