Har Ghar Tiranga: 370 હટાવ્યાનો જાદુ: કાશ્મીરમાં આતંકીઓના પરિવારોએ પણ ફરકાવ્યા હર ઘર તિરંગા

Family of terrorists hoisted the national flag: દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય તે પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો સામે આવી રહી છે. પહેલા જ્યાં આતંકવાદીઓની બંદૂકો ગર્જતી હતી, હવે ત્યાં સુખ અને શાંતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરની નવી ઝલક જોવા મળી રહી છે. સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરની નવી તસવીર જોવા મળી હતી. ઘાટીમાં બે ખતરનાક હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓના પરિવારોએ સોપોર અને કિશ્તવાડમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લીધો હતો. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. (Family of terrorists hoisted the national flag for Har Ghar Tiranga )

ઉત્તર કાશ્મીરના સોપોરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. તો જમ્મુના કિશ્તવાડમાં આતંકી મુદસ્સિર હુસૈનના પરિવારે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. સાથે જ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, તેમના દીકરાને શોધી કાઢવામાં આવે. જાવેદ મટ્ટુના ભાઈ રઈસ મટ્ટુએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. જાવેદ હિઝબુલ મુઝાહિદ્દીનનો સક્રીય આતંકી છે. તે આમ તો હાલ પાકિસ્તાનમાં છે. છેલ્લાં 11 વર્ષથી તે પાકિસ્તાનમાં સક્રીય છે. આ સિવાય ડલ લેકથી લઈને લાલ ચોક સુધી દેશભક્તિના રંગમાં ઘાટી રંગાયેલી જોવા મળી હતી. કાશ્મીરમાં પણ તિરંગા રેલી યોજાઈ હતી.

હુસૈનના પિતાએ સરકારને કરી હતી આ અપીલ 
હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુદસ્સીર હુસૈનના પરિવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે રવિવારે સ્વતંત્રતા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો. હુસૈનના પિતા તારિકે કહ્યું કે તેમના પુત્રએ ખોટો રસ્તો પસંદ કર્યો છે. તેમણે સરકારને તેમના પુત્રને શોધવાની અપીલ કરી છે. તારિકે કહ્યું કે અમે અમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે અને ઈચ્છીએ છીએ કે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવામાં આવે.

હિઝબુલ આતંકવાદીના ભાઈએ પણ ફરકાવ્યો તિરંગો
હિઝબુલ આતંકવાદીના ભાઈએ સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના સોપોરમાં પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હિઝબુલ આતંકી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ તેના ઘરની બારીમાંથી તિરંગો લહેરાવતો જોવા મળી રહ્યો છે. રઈસે કહ્યું કે મારા ભાઈએ ખોટો રસ્તો પસંદ કર્યો, તેનો અર્થ એ નથી કે હું મારા દેશને નફરત કરીશ. અમે ભારતીય છીએ અને અમને તેના પર ગર્વ છે. જણાવી દઈએ કે જાવેદ હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો સક્રિય આતંકવાદી છે. સુરક્ષા એજન્સીઓની યાદીમાં તે ઘાટીના ટોચના 10 લક્ષ્યાંકોમાંનો એક છે.

શ્રીનગરમાં કાઢવામાં આવી વિશાળ ત્રિરંગા રેલી
તમને જણાવી દઈએ કે, રવિવારે શ્રીનગરમાં એક વિશાળ ‘તિરંગા’ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભાગ લીધો હતો. આગલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ઘરે તિરંગા ઝુંબેશની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ દેશના લોકોને આ અભિયાનમાં ભાગ લેવા કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *