પરિવાર દીકરીની ખબર કાઢવા સુરતથી મુંબઈ ગયો ને, નોકરાણી એકલતાનો લાભ લઇ ઘર લુંટીને થઇ ફરાર

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, તસ્કરોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો. આ દરમિયાન,…

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, તસ્કરોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો. આ દરમિયાન, સુરતના સિટીલાઈટ અણુવ્રતદ્વાર અભિષેક બંગ્લોઝમાં રહેતા વેપારી પરિવાર સાથે દીકરીના ખબર અંતર પુછવા માટે મુંબઈ ગયા હતા ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી બે નોકરાણીઓએ ઘરમાં ઝાડુ પોતા કરવાને બહાને ઘરના પાછળની લોખંડની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રોકડા 4 લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 6 લાખના મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મૂળ બિહારના ભાગલપુરના વતની અને હાલમાં સિટીલાઈટ અણવ્રતદ્વાર નજીક અભિષેક બંગ્લોઝમાં રહેતા 58 વર્ષીય સંજયભાઈ બિનોદભાઈ કેજરીવાલ પુણા કુંભારીયા રોડ છેલ્લા 25 વર્ષથી ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, સંજયભાઈએ તેમના ઘરમાં કામકાજ માટે પનાસ ખાતે રહેતા ગરીમા અને સીતા નામની નોકરાણી રાખી હતી. સંજયભાઈની ચાંદની નામની દીકરી મુંબઈમાં રહે છે અને ત્યાં બેંકમાં નોકરી કરે છે.

આ દરમિયાન, તારીખ 29મી જૂનના રોજ ચાંદનીને પેટમાં સતત દુ:ખાવો ઉપડતા તેના સહકર્મચારી સુરેન્દ્ર તાબડતોડ સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સંજયભાઈને ફોન કરી જાણ કરવામાં આવી હતી. દીકરીની તબિયત બગડતા તેની ખબર અંતર કાઢવા માટે સંજયભાઈ, પત્ની અને દીકરા સાથે મુંબઈ ગયા હતા.

તારીખ 3 જુલાઇના રોજ પર સવારે સાડા અગિયાર વાગ્યે નોકરાણી સીતાએ સંજયભાઈની પત્નીને ફોન કરી દીકરીના ખબર અંતર પુછ્યા હતા અને કયારે સુરત આવો છો એમ વાત કરી હતી. તેમજ ઘરમાં ઝાડુ પોતા કરી દઈશ તમે ચિંતા નહીં કરતા હોવાનુ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ બંને નોકરાણીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી કબાટમાંથી રોકડા 4 લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 6 લાખના મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ દરમિયાન, બીજા દિવસે એટલે કે 4 જુલાઈના રોજ સંજયભાઈ પરિવાર સાથે સુરત આવવા નીકળ્યા હતા તે વખતે તેની પત્નીએ નોકરાણીને ફોન કરતા ફોન સ્વીચઓફ આવ્યો હતો. સાંજે ઘરે આવતા હોલના સોફા દિવાલથી દૂર અને કાચની સ્લાઈડીંગની બારી ખુલ્લી હાલતમાં હતી. જેથી ઘરમાં ચોરી થઈ હોવાની શંકા જતા તપાસ કરતા પાછળની લોખંડની ગ્રીલવાળી જાળીનું, ગેસ્ટરૂમ અને ઉપરના ત્રણ માળના બેડરૂમના તાળા તુટેલા હતા અને કબાટમાંથી રોકડા 4 લાખ અને દાગીના 2 લાખ મળી કુલ 6 લાખની ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસ દ્વારા સંજયભાઈની ફરિયાદ લઈ બંને નોકરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *