આજકાલ અકસ્માતના કિસ્સા સતત સામે આવી રહ્યા છે આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં દીકરીની માનતા પુરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભેટ્યો હતો. જેમાં પગપાળા ચાલીને જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતા જે દીકરીને માનતા હતી તે 1 વર્ષની માસૂમ દીકરી અને તેના કાકાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મળી માહિતી મુજબ, રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. ગઇકાલે સાંજના સમયે વરસાદે વિરામ લીધા બાદ મિયાત્રા પરિવારના 4 સભ્યો 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પુરી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન રાત્રિના લગભગ 1 થી 1:30 વાગ્યાના અરસામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી ઠોકર મારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
જેમાં 1 વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત તેના માતા-પિતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક જ દીકરી હતી અને એ જ દીકરીની માનતા પુરી કરવા માટે તેઓ ગઇકાલે સાંજે 6 વાગ્યે પગપાળા ચાલીને ચોટીલા માનતા પુરી કરવા જઇ રહ્યા હતા.
આ દરમિયાન રાત્રિના 1 થી 1:30 વાગ્યા અરસામાં અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારતા મારી દીકરી અને તેના કાકાના દીકરા ભાઇ રવિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હાલ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલા દીકરીની માતાને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે તેના પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. ત્યારબાદ લોહીલૂહાણ હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, દીકરીના પિતાની તબીયત હાલ સ્વસ્થ છે. પરંતુ, એકની એક દીકરી છિનવાઇ જતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.