સરકારની આંખો ખોલવા માટે આ ખેડુએ ખેતરમાં સમાધિ લઇ કર્યો અનોખો વિરોધ

આ વાત રાજકોટ જીલ્લાની છે. રાજકોટ જીલ્લાના ધોરાજી ગામમાં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળી નો પાક નુકશાન થતાં પોતાનો મગફળી નો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસ નો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે મહેશભાઈ હિરપરા એ સમાધિ લેવા નો કાર્યક્રમ કર્યો હતો. આ કામ કરવાનો મુખ્ય ઉદેસ એ હતો કે સરકારની બંધ આંખો ખુલે અને દુઃખી ખેડુની મદદ કરે.

ખેડૂતોના અગ્રણી ગણાતા વિઠ્ઠલભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવાયુ હતું. સાથે-સાથે ત્યાર પછી પણ અન્ય આગેવાનો ખેડૂત અગ્રણી દ્વારા પાક વિમા મુદ્દે આવેદનપત્ર પઢવવામાં આવ્યું હતું.

જેમાં 700 રૂપિયા ની પાક નિષ્ફળ જતાં પેકેજ જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી સરકારે કરેલ જાહેરાતનું અમલીકરણ કરવામાં આવ્યું નથી અને ખેડૂતો સુધી આ રાહત પેકેજ મળ્યું નથી. ત્યારે ધોરાજી નાં અન્ય એક ખેડૂતે સોયાબીન નું વાવેતર કર્યુ હતું એ દસ વીઘા માં વાવેતર કરેલ જે કમોસમી વરસાદ અને વાવાઝોડાં ને કારણે પાક નિષ્ફળ ગયેલ એક વીઘે વાવેતર નો ખર્ચ 12000 હજાર નો ખર્ચ થાય અત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *