ભારતના ઝારખંડમાં રાંચીના દીનદયાલ નગર સ્થિત આઈએએસ ક્લબ પરિસર રવિવારે સમાજની એક નવી પરંપરાનું સાક્ષી બન્યું. એક સાથે પંડિતોએ વૈદિક મંત્રો અને પાદરીઓએ બાઈબલના વચનો ઉચ્ચાર્યા હતા. અને મૌલવી નિકાહી કરાવી રહ્યા હતા. આખો પરિષર નવવિવાહિત યુગલો અને તેમના પરિવારોની ખુશીઓથી ઉભરાતો હતો. ગુલાબી અને સફેદ રંગના આ પંડાલમાં સમાજમાંથી દૂર કરાયેલા કે જે દંપતિઓ લીવ ઈનમા રહેતા હતા, તેવા 130 દંપતિઓને લગ્નના બંધનમાં બંધાયા હતા. જેમાં 20 વર્ષથી લઈને 51 વર્ષની ઉંમરના દંપતિઓ પણ સામેલ થયા હતા. જો કે, આ તમામની વચ્ચે એક દંપતિ એવું પણ હતું કે, જ્યાં એક બાજુ દિકરી ફેરા ફરતી અને બીજી બાજુ દિકરીના પિતા પણ ફેરા ફરતા હતા. પિતા સુધેશ્વર ગોપે પોતાની પત્ની પરમી દેવી સાથે અને પુત્રી કલાવતી દેવીએ પોતાના પતિ પ્રતાપ સાથે સાત ફેરા લીધા હતા.
20 વર્ષથી રહેતા હતા સાથે
સુધેશ્વરના જણાવ્યા પ્રમાણે, વિતેલા 20 વર્ષથી પોતાની પત્ની સાથે રહેતા હતા. પરંતુ આર્થિક રીતે નબળા હોવાના કારણે લગ્ન કરી શક્યા નહોતા. લગ્ન કર્યા બાદ આખા ગામને જમાડવાનું હોય છે. જેની ક્ષમતા તેમનામાં નહોતી. આ દરમિયાન તેમને ત્રણ બાળકો પણ થયાં. જેમાંની એક દિકરી પણ છે, તેની એક પુત્રીના લગ્ન આજે જ આ મંડપમાં થયા હતા.
ઈંટના ભઠ્ઠામાં પાંગરે પ્રેમ
અહીં પ્રણયસૂત્રોમાં બંધાનારા તમામ કપલ દૈનિક જીવનમાં મજૂરી કામ કરે છે. જેમાંથી અમુક એવા પણ છે, જેમણે પોતાના જ ગામમાંથી એકબીજાને પસંદ કરી લગ્ન કર્યા છે. મોટા ભાગની જોડીઓ એવી હતી, જે એક સાથે ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે અને તે દરમિયાન તેમના વચ્ચે પ્રેમ થયેલો છે. આ તમામ લોકોના લગ્નની જવાબદારી નિભાવતા સામાજિક કાર્યકર્તા જયંતિ દેવીએ જણાવ્યું હતું કે, આ લોકો સાથે રહેવાનો નિર્ણય તો કરે છે, પણ પૈસાના અભાવે લગ્ન કરી શકતા નથી. જો લગ્ન કરે તો આખા ગામને ભોજન કરાવવું પડે છે, જે તેમની ક્ષમતા બહારની વાત છે, એટલા માટે આ તમામ લોકો લિવ ઈનમાં સાથે રહેવા લાગે છે.
નાના-નાનીના લગ્નમાં હાજર રહ્યો ગોપાલ
ત્રણ વર્ષનો ગોપાલ પોતાની નાનીના લગ્નમાં ઉપસ્થિત રહ્યો હતો. ગોપાલ તેની પુત્રી કલાવતી દેવીનો પુત્ર છે. ગોપાલના પિતા પ્રતાપ ગાડી ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાની પત્ની સાથે રહે છે. જોકે લગ્નનો રિવાજ પુરો થયો ન્હોતો. તેમનું કહેવું છે કે, તેમના માટે ખુશીની ઘડી છે. હવે તેઓ સત્તાવાર રીતે તેની પત્નીના પતિ બન્યા છે. હવે કોઈ ટોણો નહીં મારી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.