હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ઉપરાંત આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે તેની પણ ખબર નથી રહેતી. હાલમાં એવા ઘણા કેસો સામે આવી રહ્યા છે જેમાં લોકો અંધશ્રદ્ધામાં આવીને મુસીબતને આમંત્રણ આપતા હોય છે.
તાંત્રિકો તેમના તંત્ર મંત્રથી લોકોને પોતાની જાળમાં ફસાવીને ખરાબ કામ કરતા હોય છે. આજના અત્યાધુનિક સમયમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં ભૂત, ચુડેલ, જિન જેવી બાબતો પર લોકોને વિશ્વાસ છે. આ અંધવિશ્વાસના કારણે કેટલીકવાર માણસ ભારે તકલીફ વેઠે છે અને ક્યારેક તેને જીવથી પણ હાથ ધોવા પડે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતના મહીસાગરમાંથી સામે આવી છે.
ગુજરાતમાં આવેલ મહીસાગર જિલ્લાના બાવાના સાલિયા ગામમાં સોમવારે પુત્રીના લગ્ન થવાના હતા તે પહેલા જ પિતાએ ચુડેલ છાતી પર બેઠી હોવાનું માની કુહાડીનો ઘા કરતાં પુત્રીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પુત્રીને સયાજીમાં ખસેડાઈ હતી.
આવો જ એક વિચિત્ર કિસ્સો મહીસાગરના સંતરામપુર ખાતે બાવાના સાલિયા ગામે બન્યો છે. ગામમાં રહેતા સોમાભાઈ ખાંટની 21 વર્ષની પુત્રી લીલાબેન અને 19 વર્ષની નાની પુત્રીના સોમવારે લગ્ન લીધાં છે. જેમાં રવિવારે વહેલી સવારે અચાનક પિતા સોમાભાઈએ કુહાડીનો ઘા કરતાં પુત્રી લીલાબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
પિતા સોમાભાઈના જણાવ્યા અનુસાર, વહેલી સવારે સૂતા હતા તે સમયે એક સ્ત્રી તેમની છાતી પર આવીને બેઠી હતી. તેણે મોઢું દબાવ્યું હતું. જેના કારણે સોમાભાઈએ ચુડેલ આવી તેમ કહી કુહાડી લઈ જોરથી ઘા કર્યો હતો. જેમાં કુહાડી પુત્રી લીલાબેનને માથામાં વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.