પાતળો થઈ ગયો છે દુનિયાનો સૌથી જાડો બાળક, અપનાવી આ તરકીબ

એક સમયે દુનિયાના સૌથી જાડા બાળકના રૂપમાં પ્રખ્યાત થયેલ આર્યા પરમાના હવે ખૂબ પતલો થઈ ગયો છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યા છે.

ઇન્ડોનેશિયાના આર્યા પરમાના નું વજન 193 કિલોગ્રામ હતું. તેને દુનિયાના સૌથી જાડા છોકરા તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ હવે તે પતલો થઈ ગયો છે. વીડિયોમાં તે જીમ કરતા નજર આવી રહ્યો છે.

ડેલી મેલ ના એક રિપોર્ટ અનુસાર આર્યા પરમાના ની તસવીર અને વિડીયોને એડે રાય નામના એક રે પણ શેર કર્યા છે.

હકીકતમાં 2016માં આર્યા દસ વર્ષનો હતો ત્યારથી તેણે પોતાનું વજન ઘટાડવા ની સફર શરૂ કરી હતી. તેના પછી તે અત્યારની તસવીર છે જેમાં તે પહેલા કરતા ખુબ પતલો નજર આવી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર આર્યાના પિતાએ કહ્યું કે તેની સર્જરી પણ થઇ છે.પરંતુ હજુ પણ તેના શરીરમાંથી એક્સ્ટ્રા ચામડી હટાવવા માટે ઓછામાં ઓછા બે વધારે ઓપરેશન કરવા પડશે.

આર્યાની ટ્રેનર સાથે મુલાકાત 2016માં થઈ હતી.ટેલરે જણાવ્યું કે જ્યારે તે પહેલી વખત મળ્યો તો તેને દિનચર્યા વિશે પૂછ્યું અને સંતુલિત આહાર લેવા માટે કહ્યું. ત્યારબાદ તેણે સાથે કામ કરવાનું શરૂ કર્યું.

વજન ઓછું થયા બાદ આર્યા હવે આરામથી હરી ફરી શકે છે. તે બીજાં બાળકોની જેમ ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ જેવી રમતો રમી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *