કોરોનાના કહેર વચ્ચે માનવતાને શર્મસાર કરતી સુરતમાં બે મોટી ઘટનાઓ સર્જાણી, જાણો સુરત-વલસાડમાં એવું તે શું બન્યું?

હાલ સમગ્ર જગતમાં કોરોનાનો દર યથાવત છે, ત્યારે આવા સમયમાં સુરતની સ્મીમેર હોસ્પિટલના મુખ્ય ગેટ અંદરથી ત્રણ-ચાર માસનું માનવ ભ્રૂણ મળી આવ્યું હતું. નવસારી જિલ્લના વાંસદા તાલુકામાં વનારસી ગામમાં હનુમાન ફલિયામાં રહેતા જયેશભાઈ કનુભાઈ પટેલ સ્મીમેર હોસ્પિટલમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે માર્શલ તરીકે ફરજ બજાવે છે.

ગુરુવારના રોજ વહેલી મળસકે ફરજ દરમિયાન મોટર સાઈકલ ફરજ દરમિયાન મોટર સાઈકલ પર આવેલા શખસે જયેશને જણાવતા કહ્યું કે, હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે બાળક જેવી કંઈક વસ્તુ પડેલી છે, તેમાં કીડી ચડી ગઈ છે. મોટર સાઈકલ ચાલકે પોતાની મોટર સાઈકલ જ્યાં પાર્ક કરેલી હતી. ત્યાં ત્રણ-ચાર માસનું માનવ ભ્રૂણ પડેલું હતું. તેના પર મકોડા ચડી ગયા હતા. ત્યારબાદ જયેશે હોસ્પિટલના કંટ્રોલરૂમ અને કેજ્યુલિટી વિભાગના સીએમઓને જાણ કરવામાં આવી હતી.

હોસ્પિટલ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સ્ટાફ ભ્રૂણને હોસ્પિટલમાં લઈ ગયું હતું. હોસ્પિટલ તંત્ર દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. વરાછા પોલીસ દ્વારા બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કેસની વધુ તપાસ હાથ ધરી હતી.

આવી જ એક બીજી ઘટના વલસાડ જીલ્લામાં નોંધાઈ છે. વલસાડમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. વલસાડમાં બે સગીર બાળકોએ 8 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેના કારણે બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં આ ચકચારી ઘટનાથી ચારેબાજુ ચર્ચાઓ થવા લાગી છે. એક બાજુ કોરોના દિવસે દિવસે હજારો લોકોના જીવ લઇ રહ્યો છે, અને એક તરફ સમાજમાં રહેતા આવા લોકો માનવતાને શર્મસાર કરી રહ્યા છે.(DEMO PIC)

આ ઘટનામાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, લોકડાઉનમાં સામે શહેરમાં બાળકીઓ પણ સલામત નથી. શહેરના એક વિસ્તારમાં 8 વર્ષીય બાળકી સાથે બળાત્કારની કોશિશ કરાઈ હતી. બે સગીર વય ના બાળકો હેવાન બનીને બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાની જાણ બાળકીની માતાને થઈ જતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ફરિયાદના આધારે બે આરોપીની ધરપકડ કરી હતી. ઘટના બનતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *