કોરોનાવાયરસ ના કારણે દેશમાં 21 દિવસો સુધી lockdown છે. આ lockdown ના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકશાન થવાનું હોય એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી.આ વચ્ચે સરકાર તરફથી નાણા મંત્રી નિર્મલા સીતારમણ થોડીવારમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરશે. આ દરમિયાન નાણામંત્રી આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે.આ ઉપરાંત શક્ય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બેંક લોન અને એમાઈ ને લઈને પણ રાહત આપી શકે છે. નાણામંત્રીએ તેને લઈને સંકેતો આપ્યા છે.
Finance Minister Smt. @nsitharaman will address a press conference at 1pm today in New Delhi.@nsitharamanoffc @PIB_India @DDNewslive#IndiaFightsCorona
Watch LIVE here: https://t.co/YFnPH1yqqK
— Ministry of Finance (@FinMinIndia) March 26, 2020
આના પહેલા ૨૪ માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય લોકો સાથે જોડાયેલા ઘણી બધી સમસ્યાઓને લઈને સમાધાન આપતી જાહેરાતો કરી હતી. તેના અંતર્ગત આવનારા ત્રણ મહિના માટે એટીએમમાંથી રોકડ કાઢવી મફત કરી દેવામાં આવ્યું છે.એનો અર્થ એવો થાય છે કે જો તમે કોઈ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તેના પર કોઇ પ્રકારનો ચાર્જ નહીં લાગે. આ સિવાય મિનિમમ બેલેન્સ ની ઝંઝટ પણ પૂરી થઈ જશે.આ ઉપરાંત ગીત મંત્રીએ તમામ વ્યવહારો માટે ડિજિટલ તારો 12 કરવાની સલાહ આપી છે તેમ જ તેને લઇને તમામ બેંકના કરો ને નાબુદ કર્યા છે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.