પેટ્રોલ-ડીઝલ હોય કે, ગેસ-કેરોસીન હવે મળશે પાણીના ભાવે- ગુજરાતમાં થઇ એવી શોધ કે, વિશ્વભરમાં શરુ થઇ ચર્ચાઓ

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) સ્થિત રેલવે યુનિવર્સિટી(Railway University) દ્વારા ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવવાની શોધ થતાં હવે આગામી દિવસોમાં પ્લાસ્ટિક પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) અને કેરોસીન(Kerosene)નો વિકલ્પ બની જશે. એટલું જ નહીં, આ ઈંધણની મદદથી વધતી રાખ રોડ બનાવવામાં પણ ઉપયોગી નીવડશે. આ એક મોટી ઉપલબ્ધિ છે, જેની સમગ્ર દેશ સહીત વિદેશમાં પણ ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

વડોદરા રેલવે યુનિવર્સિટીની લેબોરેટરીમાં ઉત્પાદિત પેટ્રોલની ગુણવત્તા અને એવરેજ પણ માપવામાં આવી છે.
જેમાં વડોદરા રેલ્વે યુનિવર્સિટીની લેબમાં બનાવેલ પેટ્રોલની એવરેજની ગણતરી કરીને બાઇકમાં પ્રથમ પેટ્રોલ પંપ પરથી મળતા પેટ્રોલની એવરેજની ગણતરી કરવામાં આવી હતી અને બંને ફ્યુઅલની એવરેજ 65 kmpl હોવાનું જાણવા મળ્યું હતું. આ એક મોટી સિદ્ધિ છે કારણ કે પેટ્રોલિયમ પેદાશોમાંથી બનેલા પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલની એવરેજ એકસરખી રહી છે.

ફક્ત એટલું જ નહી પરંતુ, યુનિવર્સિટીની લેબમાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવ્યા બાદ હવે કેરોસીન, રાંધણ ગેસ અને ડીઝલનું ઉત્પાદન મોટા પાયે થશે. રેલવે યુનિવર્સિટીના વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનેલું આ ઇંધણ આખરે પ્લાસ્ટિકમાંથી રાખનું ઉત્પાદન કરશે અને તેનો ઉપયોગ રસ્તાઓ બનાવવામાં પણ થશે.

આમ, વડોદરામાં બની રહેલો પ્લાન્ટ પોલીક્રેક ટેક્નોલોજી પર આધારિત છે અને માત્ર 24 કલાકની પ્રક્રિયામાં કચરામાંથી ડીઝલનું ઉત્પાદન કરે છે.

વડોદરા રેલ્વે યુનિવર્સિટીએ પંડ્યા બ્રિજ પાસે પ્લાસ્ટીકથી ઈંધણનો પ્લાન્ટ સ્થાપ્યો છે અને તે એપ્રિલ મહિનામાં કાર્યરત થવાની ધારણા છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે રેલ્વે સ્ટેશન નજીક વડોદરા ખાતે સ્થાપવામાં આવેલ પ્લાન્ટ કરતાં ચાર ગણો મોટો પ્લાન્ટ સ્થાપવાની તજવીજ હાથ ધરાઈ છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના વિકલ્પ તરીકે આ શોધ લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *