સુરત(ગુજરાત): અંગદાન(Organ donation)એ દુનિયાનું સૌથી મોટું દાન ગણવામાં આવે છે. તેવામાં વલસાડ(Valsad)ના બ્રેઈનડેડ(Braindead) યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડા(Yoga teacher Ranjanben Praveenbhai Chavda)ના પરિવારે તેમના કિડની(Kidney), લિવર(Liver) અને ચક્ષુઓનું દાન(Donation of eyes) કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરત(Surat)થી બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત 30 સપ્ટેમ્બરના રોજ સવારે વલસાડના માણેક બાગમાં રહેતા યોગ શિક્ષિકા રંજનબેન તેમના ઘરેથી તેમના બેન તનુજાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેમને વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરીને નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું સામે આવ્યું હતું.
ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કરવામાં આવ્યો હતો. ગત રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા વિષે જાણ કરી હતી.
રંજનબેનના પતિ પ્રવીણભાઈએ કહ્યું હતું કે, મારા પત્નીને બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ થવું નિશ્ચિત છે. તેથી તેના શરીર બાળીને રાખ કરવા કરતા તેમના અંગોના થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને આપીને નવું જીવન આપવા માટે તૈયાર થયા છે. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જ્યારે એક કિડની અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકને કર્યું છે. લિવર સમયસર કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં કરવામાં આવ્યું છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષીણ ગુજરાતના દર્દીઓને મળી રહ્યો છે.
આ ઉપરાંત એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં રાજકોટની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી 45 વર્ષીય મહિલાને કર્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે. જેના લીધે 30 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.
કોવિડ-19ની મહામારી બાદ આખા દેશમાં ડોનેટ લાઈફ દ્વારા 46 કિડની, 26 લિવર, 10 હૃદય, 16 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 44 ચક્ષુઓ સહીત કુલ 143 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 132 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે. ડોનેટ લાઈફ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી 406 કિડની, 171 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 20 ફેફસાં અને 308 ચક્ષુઓ કુલ 949 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 870 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મેળવી છે.
સુરતમાં સૌપ્રથમ વખત લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલની ટીમે કર્યું છે. આ દરમિયાન સુરત શહેરના ઉદ્યોગપતિને નવ જીવન મળ્યું છે. બે કિડનીઓમાંથી એકનું અમદાવાદની આરકેડીઆરસી હોસ્પિટલમાં રાજકોટની 40 વર્ષિય મહિલાને જ્યારે બીજીનું વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની 45 વર્ષિય મહિલાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટી ચક્ષુબેંકએ સ્વીકાર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.