માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થવા જઈ રહ્યો છે. અકસ્માતમાં સ્વજનોનું મોત તથા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. રાજકોટ જીલ્લામાં આવેલ ઉપલેટા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પોરબંદર બાજુથી આવી રહેલ ઈકકો કાર મા કુલ 5 લોકો સવાર હતા.
આ સમયે ઈકકો કારનુ અચાનક ટાયર ફાટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમજ ઈકકો કાર ઢસડાઈ હતી તથા ઈકકો કારનો એક સાઈડનો ભાગ ટોટલ લોસ થઈ ગયો હતો. આ ઘટનામાં ઈક્કો કારમાં કુલ 5 લોકો સવાર હતા કે, જેમાંથી એક ભાવી દંપતી પણ હતુ.
જેનુ જેનુ નામ લિખિતાબેન કમલેશભાઈ નિમાવત તેમજ અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ દંપતી તહેવાર હોય તો ફરવા માટે નીકળ્યું હતુ. જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ થતા ઉપલેટાની સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે 2 લોકોની હાલત વધારે લથડતા રાજકોટની હોસ્પીટલમા લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના મુળ ગણોદ પાટીયા પાસેની દ્વારકેશ હોટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની જાણ 108 ની ટીમને થતા તાત્કાલીક મદદ કરવા માટે આવી પહોચી હતી.
આની ઉપરાંત હાઇવે પેટ્રોલિંગ, મેડિકલ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આના પહેલા પણ રક્ષાબંધનમાં એક બહેને પોતાની 5 વર્ષની બાળકીને ખોઈ હતી તેમજ આજે ભાવિ દંપતી આવનાર દિવસોમાં લગ્ન કરવાના હતા. આની પહેલા જ બન્ને એક સાથે મોતને ભેટતા અરેરાટી મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.