આજનો દિવસ કર્ણાટક માટે ખુબ મહત્વનો છે. કેમકે પેટા ચૂંટણી પરિણામો આજે આવવાના છે.આ બધા વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી છે કે યેદુરપ્પા સરકારને સત્તા માં રહેવા માટે જરૂરી 6 સીટો તો જીતવી જ પડશે ,જો એવું નહીં થાય તો મહારાષ્ટ્રના ‘મહાભારત’ ની જેમ કર્ણાટકમાં ‘નાટક’ જોવા મળશે.
નક્કી થશે યેદુરપ્પા સરકાર નું ભવિષ્ય.
ચાર મહિના જૂની યેદુરપ્પા સરકાર નું ભવિષ્ય આજે નક્કી થશે જ્યારે 15 વિધાનસભા સીટ ઉપર થયેલી પેટાચૂંટણીના પરિણામ આવશે. આ સીટ ઉપર પાંચ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી.
શું છે બહુમતી નું ગણિત
-ભાજપ એક નિર્દલીય સહિત 105 ધારાસભ્યો છે.
-કોંગ્રેસના 66 તેમજ જેડીએસ ના 34 ધારાસભ્યો છે.
-બસપા નો એક, એક નામીત અને સ્પીકર છે.
-15 સીટોની ચૂંટણી બાદ વિધાનસભાની ક્ષમતા 222 થઇ જશે.
-ભાજપને બહુમતી માટે 111 ધારાસભ્યોનું સમર્થન જોઈશે
-ભાજપ 6 સીટો જીતે તો સરકારને બહુમત પ્રાપ્ત થઇ જશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.