ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

બ્રિટિશ વડાપ્રધાને આગામી ચૂંટણીનો પ્રચાર નીલકંઠ વર્ણી અભિષેકથી કર્યો- વધુ જાણો

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પ્રમુખસ્વામી મહારાજની 98 મી જન્મ જયંતી ના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં બ્રિટનના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ઓળખાતા નિસડન (Neasden Temple) બીએપીએસ મંદિર ખાતે હાજર રહી નીલકંઠ વર્ણીનો અભિષેક કરીને આશીર્વાદ મેળવીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા ભારતીયોને સંબોધતા ભારત વિરોધી અને હિન્દુ વિરોધી તત્વોને યુકે ક્યારેય સહન નહીં કરે તેવી વાત કરીને પોતાની હિંદુ ધર્મ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના કુલ જી.ડી.પી 6.5% માંથી 2 ટકા GDP માત્ર ભારતીય સમુદાય જ બનાવી રહ્યું છે. આમ ભારતીય મતદારો નું મહત્વ સમજતા હાલના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતીયોને ખાસ મહત્વ આપી રહ્યા છે. ભારતીય ડોક્ટર, નર્સ અને આરોગ્ય સાથે જોડાયેલા ધંધાર્થીઓને બોરિસ જોનસને આગામી સમયમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક વિઝા આપવાની જાહેરાત કરી હતી જે માત્ર બે અઠવાડિયામાં જ પ્રોસેસ થઈ જશે.

આ પણ વાંચો: મોરારીબાપુનો બફાટ : સ્વામિનારાયણ ભગવાન લાડુડી ખાઈને નીલકંઠ બન્યા એ નીલકંઠ ના કહેવાય

આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયા (New India) પ્રોજેક્ટની વાત કરી હતી અને યુકે હંમેશા તેનું સમર્થન કરશે. જો તેઓ ફરીથી વડાપ્રધાન પદે ચૂંટાયા આવશે તો સૌપ્રથમ ભારતની મુલાકાત લેશે અને બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. આ પ્રસંગે વડાપ્રધાનની સાથે ભારતીય મૂળના ગૃહ પ્રધાન પ્રિતી પટેલ (Priti Patel) પણ હાજર રહ્યા હતા.

નિસડન મંદિરે (Neasden Temple) આવતાની સાથે જ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન નું સ્વાગત હિન્દુ પ્રણાલી પ્રમાણે તિલક કરીને કરાયું હતું. દેવ દર્શન કર્યા બાદ તેઓએ સંકલ્પ મૂર્તિ નીલકંઠ વર્ણી નો મહા અભિષેક કર્યો હતો અને આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો: લાખો હરિભક્તોએ ઉજવ્યો વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ, જાણો વિગતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.