આજની યુવાન પેઢી (young generation)માં સહનશક્તિનો ખુબ જ અભાવ જોવા મળે છે. નજીવી બાબતે લોકો આજકાલ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, દેશની રાજધાની દિલ્હી (Delhi)ને અડીને આવેલા ગુરુગ્રામ (Gurugram)માં શનિવારે એક યુવતી ફ્લાયઓવર(Flyover) પરથી કૂદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
હાથની નસ કાપી, 23 વર્ષીય યુવતીએ ફ્લાયઓવર પરથી લગાવી મોતની છલાંગ- વિડીયો વાયરલ થતા મચ્યો હાહાકાર pic.twitter.com/eu3RT65Bo6
— Trishul News (@TrishulNews) March 29, 2022
આ યુવતીની ઓળખ 23 વર્ષીય સપના તરીકે થઈ છે, જે હંસ એન્ક્લેવની રહેવાસી છે. મળતી માહિતી મુજબ, ઘટના રાજીવ ચોક ફ્લાયઓવરની છે. એવું કહેવાય છે કે રાજીવ ચોક ફ્લાયઓવર પરથી દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે. શનિવારે પણ સામાન્ય દિવસોની જેમ આ ફ્લાયઓવર પરથી લોકો આવતા-જતા હતા. આ દરમિયાન એક્ટિવા પરથી એક યુવતી આવી અને પોતાની એક્ટિવા ફ્લાયઓવર પર પાર્ક કરીને ફ્લાયઓવરના કિનારે આવી અને યુવતી અચાનક ફ્લાયઓવર પરથી કુદી ગઈ હતી.
યુવતી જયારે ફ્લાયઓવર પરથી નીચે રોડ પર પડી ત્યારે જોરદાર અવાજ સાંભળીને લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, ફ્લાયઓવર પરથી કૂદતા પહેલા યુવતીએ પોતાના હાથની નસ પણ કાપી નાખી હતી. ગુરુગ્રામ પોલીસે યુવતીના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હજુ સુધી યુવતીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી પરંતુ, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.