એક એવો સમય હતો જ્યારે ભારત દેશને સોનાની ચિડિયા કહેવામાં આવતો હતો. પરંતુ સોનાના ભાવ હાલનાં સમયમાં આકાશે આંબી ગયા છે. સોનાના ભાવ સતત વધતા જતા હોવાથી મધ્યમવર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો તે, ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં સોનું કોડીની કિંમતે ખરીદવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 15 કિલોમીટર દૂર આદિવાસી વિસ્તાર રત્નગર્ભામાં સ્વર્ણરેખા નામની નદી વહે છે. આ કોઈ સામાન્ય નદી નથી, પરંતુ આ નદીની અંદર સોનાનો એટલો ભંડાર સમાયેલો છે જેનો તમને અંદાજ પણ નહી હોય. આ નદીમાં સોનાના કણ મળતા હોવાથી સ્થાનિક લોકો માછલી નહીં, સોનું શોધે છે.
આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવે છે. નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અમુક વિસ્તારમાં વહે છે. કોઈ-કોઈ જગ્યાએ તેને સુવર્ણ રેખાનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આજ સોનાને કારણે નદીની આસપાસ રહેતાં હજારો લોકોની આજીવિકા ચાલી રહી છે. અહીં રહેતા આદિવાસી વિસ્તારના ઘણા લોકો માટે નદી રોજગારીનું સાધન બની છે.તમાંડ અને સારંડા નામના સ્થળે તો આદિવાસીઓ નદીના પટમાંથી રેત એકઠી કરીને સોનાના કણ કાઢવાનું કામ કરે છે. એક વ્યકિતને દિવસ દરમિયાન બે થી ત્રણ કણ આસાનીથી મળી આવે છે.એક પરીવાર મહેનત કરે તો મહિનામાં સોનાના 80 થી 90 કણો મેળવી શકે છે.
જોકે, રેતીમાં સોનાનાં કણ ક્યાંથી આવે છે,તે રહસ્ય પરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી. સ્થાનિક લોકોનું કહેવું છેકે, અત્યાર સુધી બહુજ બધા સરકારી મશીનોથી સોનાનાં કણો નીકળવાની શોધ કરાઈ હતી, પરંતુ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. જો કે નદીમાં સોનાના કણ મળી આવવા એક રહસ્ય છે. આના પર અનેક વાર સંશોધનો થયા છે પરંતુ પાણીમાં સોનાના કણ કેવી રીતે આવે છે તે જાણી શકાયું નથી. આમ તો સોનું શુધ્ધ સ્વરુપમાં હોતું નથી તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે.તેનો ખર્ચે ખૂબ થાય છે જયારે પીળા રંગનું તૈયાર હોય તેવું સૌનું કેવી રીતે મળે છે તે પણ નવાઇ ઉપજાવે છે. એવું માનવામાં આવે છે કે આ નદીનો પ્રવાહ તમામ પ્રકારના પથ્થરોમાંથી વહે છે. આથી પાણી અને પથ્થરનું ઘર્ષણ થવાથી સોનાના કણ છુટા પડે છે.સુવર્ણરેખા નદીની કુલ લંબાઇ ૪૭૪ કીમી છે.તે રાચીના દક્ષિણ પશ્ચીમમાં આવેલા નગડી ગામના રાનીચુઆ સ્થળેથી આ નદી નિકળે છે.
ઉલ્લેખનીય છે કે, રત્નગર્ભા ક્ષેત્રમાં મોટા મોટા વેપારી આદિવાસીઓ પાસેથી બહુજ ઓછી કિંમતે સોનું ખરીદી રહ્યા છે. આખરે આદિવાસીઓની પાસે આટલું બધું સોનું આવ્યુ ક્યાંથી? તેની પાછળ બહુજ બધા રાજ છુપાયા છે. આ એક પવિત્ર નદીએ પોતાના ગર્ભમાં સમાઈને બેઠી છે. આદિવાસીઓની વચ્ચે આ નદી નંદા નામથી જાણીતી છે. અહીંનાં આદિવાસીઓ દિવસ-રાત કણોને એકત્ર કરતાં રહે છે. અને સ્થાનિક વેપારીઓને વેચીને રોજી-રોટા કમાય છે. આ નદી સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત એ છેકે, રાંચી સ્થિત આ નદી પોતાના ઉદગમ સ્થળથી નીકળ્યા બાદ તે ક્ષેત્રી કોઈ પણ અન્ય નદીને મળતી નથી, પરંતુ આ નદી સીધી બંગાળની ખાડીમાં જાય છે.
આ નદીની ખાસિયત એ છે કે, તે બીજી કોઇ નદીની સાથે ભળતી નથી. સુવર્ણરેખા નદી ઝારખંડમાં સિહભૂમિ જિલ્લામાં પ્રવેશીને ત્યાંથી ઓરિસ્સામાં અને આગળ પશ્વીમ બંગાળના બાલેશ્વર પાસે બંગાળની ખાડીને મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.