ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

માવાપ્રેમીઓ માટે મોટા સમાચાર: જો આવું કર્યું તો સરકારે ફરીથી પાનના ગલ્લા બંધ કરવાના આપ્યા સંકેતો

The government has again signaled the closure of Pan Galla

હાલ દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ગુજરાતનું કોરોના હોટસ્પોટ ગણાતું અમદાવાદ શહેરમાં પણ કોરોનાના સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે, પરતું હાલ સુરત શહેરમાં પણ કોરોનાનો પરમાણું વિસ્ફોટ થયો છે, છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાની સંખ્યા વાયુવેગે વધી રહી છે, તેમ છતાં દરરોજ લોકો બહાર એમ ફરી રહ્યા છે કે જાણે અહિયાં કોરોના છે જે નહિ.

લોકોની આ બિનજાગૃતતા ને કારણે સુરતમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. અને દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે, આની પાછળ જવાબદાર તંત્ર પણ કોઈ યોગ્ય પગલા ભરી નથી રહ્યું, કે જેનાથી લોકો કામ વગર ઘરમાં જ રહે અને જેનાથી કોરોના સંક્રમણ ઓછું થાય અને લોકો સુરક્ષિત રહે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધુ હોય તેવા વિસ્તારોમાં પાન મસાલાની દુકાનો બંધ થાય તેવા આરોગ્ય સચિવે સુરતમાં સંકેત આપ્યા. અગ્રસચિવ જંયતિ રવિએ સુરતમાં કહ્યું હતું કે જ્યાં જ્યાં કેસ આવશે ત્યાં પાન- મસાલાના ગલ્લા બંધ કરી દેવાશે.

સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિનું નિવેદન સામે આવ્યું છે. સુરત કોવિડ હોસ્પિટલને વધુ 600 બેડ આપવામાં આવશે અને સાથે-સાથે 180 નવા ICU વેન્ટીલેટર આપવામાં આવશે. કોવિડ હોસ્પિટલમાં નવી વ્યવસ્થા વધારવાનું કામ ચાલુ છે. મળતી વિગતો અનુસાર હાલમાં પાલિકા દ્વારા હંગામી ધોરણે કોરોના હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. જ્યાં મોટી સંખ્યામાં વેન્ટીલેટર મુકવામાં આવશે સાથે સાથે અહિયાં બેડની સંખ્યા 600 થી વધુ હોવાની વાત સામે આવી છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ સુરતની મુલાકાતે છે, અને આજે જયંતી રવિએ કોરોના હોસ્પિટલ અંગે મોટું નિવેદન આપ્યું છે, જેનાથી કોરોના પોઝીટીવ લોકોને ત્યાં દાખલ કરવામાં આવે અને ત્યાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે. હાલ સરકાર કોરોના હોસ્પીટલની વ્યવસ્થા કરી રહી છે પણ હાલ સરકારે એવા પગલા ભરવા જોઈએ કે જેનાથી લોકોને કોરોના ના થાય અને લોકો સુરક્ષિત રહે. લોકોનું માનવું છે કે જો કોરોનાનું સંક્રમણ અટકાવવું હોય તો ફરીવાર લોકડાઉન જાહેર કરવું પડશે, પરંતુ આવા સમયમાં પણ બધું ખુલી ગયું છે જેનાથી કોરોના વાયુવેગે ફેલાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: