હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવનની શરૂઆત કરવા માટે ઈચ્છુક યુગલોને કુલ 6 લાખ યેન એટલે કે અંદાજે કુલ 4.25 લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે.
આ પ્રોત્સાહક રકમ આપવાનો ઉદ્દેશ લોકો લગ્ન કરીને ઝડપથી બાળકો ઉત્પન્ન કરે તેમજ દેશમાં ઝડપથી ઘટતા જતાં જન્મદર પર કાબૂ મેળવી શકાય. આની માટે જાપાન સરકાર એપ્રિલ મહિનામાં મોટે પાયે જાહેર કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહી છે.
ગયા વર્ષે જાપાનમાં ઐતિહાસિક રીતે સૌથી ઓછા 8,65,000 બાળકોનો જન્મ થયો હતો. આ જન્મની સરખામણીમાં મૃત્યુનો આંકડો કુલ 5.12 લાખથી વધારે હતો. આ પણ જન્મ તથા મૃત્યુમાં અત્યાર સુધીનો સૌથી મોટો તફાવત રહેલો છે. સરકારને આશા રહેલી છે કે, આ વર્ષે જન્મદર ગયા વર્ષના કુલ 1.42%થી થોડો વધારે કુલ 1.8% સુધી રહેશે. જાપાનની વસ્તી અંદાજે 12.68 કરોડ છે. વસ્તીની દૃષ્ટિએ જાપાન વિશ્વનો સૌથી વૃદ્ધ દેશ છે.
ઈટાલીમાં બાળકના જન્મ પર 70,000 રૂપિયા મળે છે :
જાપાન બાદ ઈટાલી બીજો દેશ છે, જ્યાં ખુબ ઝડપથી જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં તમામ યુગલને એક બાળકના જન્મ વખતે સરકાર તરફથી કુલ 70,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. આની સાથે એક યુરો એટલે કે માત્ર 80 રૂપિયામાં ઘર તેમજ વેપારની શરૂઆત કરવાની સુવિધા પણ આપવામાં આવે છે.
એસ્તોનિયા:
યુરોપમાં આવેલ એસ્તોનિયા નામના દેશમાં જન્મદરમાં વધારો કરવાં માટે નોકરી કરનારને 1.5 વર્ષ સુધી સંપૂર્ણ વેતન સાથે રજા આપવામાં આવે છે. આની સાથે કુલ 3 બાળક ધરાવતા પરિવારને દર મહિને કુલ 300 યુરો એટલે કે અંદાજે કુલ 25,000 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.