સમગ્ર દેશ તેમજ રાજ્યમાં માર્ગ અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે ગુજરાત સરકાર તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્યમાં કુલ 7 ઝોન કચેરી બનાવવા માટે જઈ રહી છે.
જેમાં RTOમાંથી સ્ટાફની નિયુક્તિ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. તમામ ઝોન કચેરીમાં એક CEOની નિયુક્તિ પણ કરવામાં આવશે. જે RTO અથવા તો આસિસ્ટન્ટ આરટીઓ કક્ષાના અધિકારીઓ પણ હોય શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ગ તેમજ સેફ્ટી માટે આમ તો એક ટીમ કાર્યરત રહેલી છે. કોઈપણ સ્થળે અકસ્માત થાય તેમજ એમાં કેઝ્યુલિટી થાય તો તેના નિરીક્ષણ માટે આ ટીમ પહોંચે છે તથા માર્ગમાં ડિવાઈડર, બમ્પર, ડાઈવર્ઝન સહિતના સુધારા વધારા કરાવવા માટેનું સૂચન કરે છે.
તમામ મહાનગર દીઠ સ્થાનિક RTOના એક અધિકારી, મહાનગર પાલિકા અથવા તો નગર પાલિકાના અધિકારી, ટ્રાફિક પોલીસના અધિકારી આ ટીમમાં સામેલ હોય છે. જો કે, હવે તેનાથી એક પગલું આગળ વધી સરકાર આ દિશામાં નવી કુલ 7 ઝોન ઓફિસ કામયી ધોરણે ઊભી કરવા માટે જઈ રહી છે.
આની માટે સ્ટાફ સહિતની નિયુક્તિનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. મળેલ જાણકારી મુજબ તમામ RTO ઓફિસથી ઈચ્છુક ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ, ઓફિસ સ્ટાફ તથા ઉચ્ચ અધિકારીઓના આવેદન મંગાવવામાં આવ્યા છે. જો કોઈ આ ઝોન ઓફિસમાં કામ કરવા માંગતાં હોય તો તેઓ સ્વેચ્છિક સંમત્તિપત્ર મોકલી શકે છે.
નવી રોડ એન્ડ સેફ્ટીની ઓફિસમાં નિયુ્કિત પછી RTO ની રોજિંદી કામગીરીમાંથી મુક્તિ મળશે તેમજ ફક્ત માર્ગ અને સેફ્ટી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
જો કે, એમાં શાંતિથી નોકરી કરવા માટે જનાર RTO ના અધિકારીઓ જવા માટે રાજી થશે. બાકીના લોકોને સરકાર પોતાની રીતે નિયુક્તિ આપશે એવું માનવામાં આવી રહ્યું છે. સુરત સહિતની RTOમાંથી હાલમાં એકાદ બે નામો જ વાહનવ્યવહાર કમિશનર સમક્ષ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે એટલે કે, હેડ ઓફિસ બાકીના કર્મચારીઓ પોતાની રીતે સિલેક્ટ કરીને આ ટીમમાં મુકશે તે નક્કી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle