હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ આપણને હેરાન કરી દે છે. જયારે અમુક વિડીઓ તો એટલા મજેદાર હોય છે કે, લોકો તે વિડીઓ પર ધડાધડ લાઈકો અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય છે. ત્યારે હાલમાં જ લગ્ન પ્રસંગનો અનોખો વિડીઓ વાયરલ થયો છે જે જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.
લગ્ન દરમિયાન મંડપમાં આવી ઘણી પરંપરાઓ જોવા મળે છે, જે જોયા બાદ દરેકના ચહેરા પર ખુશી વધી જાય છે. વર અને કન્યાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આજકાલ આવો જ એક બીજો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક કન્યા મંડપમાં બેઠી છે અને પછી વર તેને ઉપાડવાનો પ્રયત્ન કરે છે.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વર અને કન્યા લગ્ન માટે લગ્ન મંડપમાં બેઠા છે. આ દરમિયાન, પંડિત જી તેમને એક પરંપરા હેઠળ ધાર્મિક વિધિ કરવા માટે કહે છે. વરરાજાએ નીચે બેઠેલી કન્યાને ઉપાડીને બીજી જગ્યાએ રાખવાની હોય છે, પરંતુ વરરાજાએ તેને તેના બંને હાથથી ઉપાડવાનો પ્રયત્ન કરતાની સાથે જ તે પોતે જ ઠોકર ખાય છે અને કન્યાને પણ બાજુમાં મૂકી દે છે.
જો કે આ ધાર્મિક વિધિ દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ આ વિડીયો જોવામાં એકદમ મજેદાર લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. નિરંજન મોહાપાત્રા નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ થતાં જ તેને હજારો લોકોએ પસંદ કર્યો હતો. એટલું જ નહીં, આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વિડીયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.