ગુજરાત સરકારે માર્યો મોટો લોચો- આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યુ ગાંધીજીનો ઈતિહાસ ખત્મ કરવાનું ષડયંત્ર

30મી જાન્યુઆરી એટલે ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધી બાપૂનો (Gandhiji) નિર્વાણ દિવસ. જેને હાલની પેઢી શહિદ દિન (Martyr Day) તરીકે  ઉજવે છે. ત્યારે ગુજરાત સરકારે પણ રાજ્યની શાળાઓમાં આ દિવસને મનાવવા ખાસ પરિપત્ર બહાર પડાયો છે પરંતુ આ પરિપત્ર વિવાદમાં ઘેરાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં, શહીદ દિવસ તરીકે છ દિવસ જાહેર કરવામાં આવ્યા છે. દેશ માટે શહીદ થનારા વ્યક્તિઓના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા નેતા રાકેશ હીરપરા એ આ પરિપત્રમાં કરવામાં આવેલ લોચો પકડી પાડ્યો છે. રાકેશ હીરપરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, “આવનારી પેઢીને ગાંધી બાપૂથી, ગાંધી બાપૂના વિચારોથી અને બાપૂની હત્યાની ગોજારી ઘટનાથી વધુને વધુ અજાણ રાખવાની ભાજપની ખોરી દાનત આ પત્રમાં સાફ સાફ દેખાઈ આવે છે.”

વધુમાં રાકેશ હીરપરા (Rakesh Hirpara) જણાવે છે કે, “આખા પરિપત્રમાં પૂજ્ય મહાત્મા ગાંધીના નામનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો કારણ કે નામનો ઉલ્લેખ કરે કે એ ઘટના વિશે જાણકારી આપવાનો કાર્યક્રમ રાખે તો બાળકોને એ પણ સમજાવવું પડે કે બાપૂની હત્યા કઈ વ્યક્તિએ, કયા સંગઠને, કઈ વિચારધારાએ કરેલી અને એ હત્યા એ કેટલો મોટો અપરાધ હતો, પાપ હતું એટલે વિદ્યાર્થીઓને સત્યથી વેગળા રાખવા માટે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં આ ગંદુ રાજકારણ આચરાયું છે. ગોડસેના માનસપુત્રો એટલું યાદ રાખે કે મહાત્મા ગાંધી એ માનવતાનો શાશ્વત સૂર્ય છે, ગમે તેટલા કાવાદાવાઓ કરીને પણ ગાંધીના વિચારોને કોઈ રોકી નહીં શકે.”

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા આદેશમાં ક્યાય ગાંધી બાપુના (Gandhi Bapu) નામ નો પણ ઉલ્લેખ કરાયો નથી. જયારે પ્રધાનમંત્રી મોદી (PM Modi) દર બીજા દિવસે પૂજ્ય બાપુનું નામસ્મરણ કરે છે. અને તેમની જયંતી પણ ઉજવે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ લગાવેલા આક્ષેપો સાચા ઠરી રહ્યા છે. હવે આ પરિપત્રમાં સુધારા કરાય છે કે નહિ તે તો આવનારો સમય જ દેખાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *