રુપાણી સરકાર કોરોના કેસનો આંકડો લોકો સામે ન આવે તે માટે ઘડી રહી છે આ કાવતરું

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાતમાં વધુમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા ખુબ જ બેદરકારી સામે આવી રહી છે. ગુજરાત સરકાર કોરોના પોઝિટિવના કેસના સાચા આંકડાઓ છુપાવવા માટે ઓછા ટેસ્ટિંગનો કીમિયો અજમાવી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 15000 પહોચવા આવ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, અમદાવાદ શહેરમાં હજુ પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ હોઈ શકે. જો સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવે તો હજુ પણ 70 ટકા વસ્તી કોરોના પોજીટીવ આવી શકે છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં 9 મે સુધીમાં માત્ર 2,77,237 ટેસ્ટ જ કરવામાં આવ્યા હતા. જેમાંથી અમદાવાદ શહેરમાં 1,02,415 એટલે કે 36.94 ટકા જ ટેસ્ટ થયા છે. બીજી તરફ રાજ્યમાં નોધાયેલા કુલ કેસ પૈકી અમદાવાદ શહેરના કેસની ટકાવારી 71 ટકા થાય છે. આમ રાજ્યની દૃષ્ટીએ અમદાવાદ શહેરમાં કેસની ટકાવારી સામે ટેસ્ટની ટકાવારી ખુબ જ ઓછી જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ શહેરમાં ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ તેવુ નિષ્ણાંતો માની રહ્યાં છે.

શનિવારે રાતે 9 વાગ્યે કોરોનાની વેબસાઈટ ઉપરથી પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના દર્દીઓને ઓળખવા માટે સમગ્ર ગુજરાતમાં થયેલા કુલ ટેસ્ટ અને કુલ કેસની સામે અમદાવાદ શહેરની સ્થિતિમાં ખુબ જ તફાવત જોવા મળ્યો છે. અમદાવાદ સિવાયના અન્ય શહેરોમાં એટલો મોટો તફાવત જોવા મળ્યો નથી. જેમ કે, રાજ્યમાં થયેલા કુલ ટેસ્ટ પૈકી સુરતમાં 13.16 ટકા ટેસ્ટ થયા છે જ્યારે કેસની ટકાવારી 11 ટકા છે.

આ ઉપરાંત, વડોદરામાં ટેસ્ટની ટકાવારી 4.93 ટકા જ્યારે કેસ 6.51 ટકા છે. આમ રાજ્યમાં એકમાત્ર વડોદરામાં ટેસ્ટની ટકાવારી કરતાં મોતની ટકાવારી વધુ જોવી મળી છે. જેથી નિષ્ણાંતો જણાવે છે કે, અમદાવાદ શહેર એક માત્ર એવુ શહેર છે કે, જ્યાં ટેસ્ટ અને કેસની ટકાવારી વચ્ચે આટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ પણે જાણી શકાય કે, અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસનો આંકડો છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *