ઉત્તર પ્રદેશનો રહેવાસી પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગયો હતો, જ્યાં તેનો કેસ જોઈને ડોક્ટરે તેને વિશ્વાસમાં ન આવે તેવી વાત કહી છે. જમાલુદ્દીન ઉત્તર પ્રદેશના શહેર ના પાદરૂણા ગામનો રહેવાસી છે. તે દેખાવે તો ર્નોમલ જ છે, પણ તેના અંગો સામાન્ય માણસને જે દિશામાં હોય તેના કરતાં ઊંધા છે. તેનું હાર્ટ જમણી બાજુએ છે
એક્સરે કરતા આ વાત ખબર પડી
થોડા સમય પહેલાં જમાલુદ્દીનને પેટમાં દુખાવો થયો હતો જેને લઈને તે ગોરખપુર ડોક્ટર પાસે ગયો, ત્યાં ડોક્ટરે તેના પેટનો એક્સરે કાઢ્યો જેમાં અંગો ઊંધા હોવાની વાત સામે આવી હતી. ડોક્ટર શશીકાંત દિક્ષીત બારીઆટ્રિક લેપ્રોસ્કોપિક સર્જન છે. તેમણે જણાવ્યું કે, જમાલુદ્દીનનો એક્સરે કરતાં તેને પિત્તાશયમાં પથરી હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ આ પથરી કાઢવી ઘણી મુશ્કેલ છે કારણે કે તેના શરીરમાં પિત્તાશય ડાબી બાજુએ આવેલું છે. અમે સર્જરી કરવા માટે ત્રણ ડાયમેંશનલ લેપ્રોસ્કોપિક મશીનનો ઉપયોગ કર્યો હતો.
લીવરની દિશા પણ અલગ છે
હાલ દર્દીની તબિયત સારી છે. ડોક્ટર શશીકાંતે કહ્યું કે, જમાલુદ્દીનનું હાર્ટ ડાબીની જગ્યાએ જમણી બાજુ છે, તેવી જ રીતે તેનું લીવર અને પિત્તાશય પણ જમણીની બાજુ ડાબી બાજુએ છે. આવો કેસ છેલ્લે વર્ષ 1643માં સમયે આવ્યો હતો. શરીરના અંગોની દિશા અલગ ધરાવતા લોકોની સર્જરી કરવામાં ઘણી તકલીફ થાય છે.