આજકાલ હત્યા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે, એક પિતાએ પોતાની પ્રેમીકા સાથે મળીને પોતાની જ 6 વર્ષીય બાળકીને મારીને મોતને ઘાટ ઉતારી હતી. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, પોતાના પતિથી અલગ રહેતી ખાનગી હોસ્પિટલની મહિલા કર્મચારીએ પોતાના પતિ સાથે રહેતી તેની છ વર્ષની પુત્રીના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. જયારે કહેવાય રહ્યું છે કે તેની 6 વર્ષીય બાળકી તેના પિતા અને પિતાની પ્રેમિકા સાથે રહેતી હતી.
જયારે આ બંને પ્રેમીઓએ ભેગા મળીને 6 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી બારોબાર લાશની દફનવિધિ કરી દેવાનાં આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ હતી. તેમજ મહિલાના આક્ષેપથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માતાનું નામ કંચનબેન રામભાઇ પરમાર (ઉ.વ.30) છે. જે ખાનગી હોસ્પિટલનાં કર્મચારી છે. જે શુક્રવારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને મળ્યા હતા અને પોતાની પુત્રીને મારી નાખવામાં આવેલ હોય તેવી શંકા વ્યક્ત કરી હતી. આ સંભાળતાની સાથે કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ તેમના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા હતા અને લગ્ન પછી તેમના પતિ તેમના ચારિત્ર્ય પર શંકા કરીને મારકૂટ કરતા હતા.
જયારે છ વર્ષ પૂર્વે પુત્રીનો જન્મ થયો હતો. જેનું નામ જેની છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, તે પુત્રી જયારે દોઢ મહિનાની હતી ત્યારે પતિ રામજી દ્વારા કંચનબેનને ઘરમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા અને કંચનબેન તેની પુત્રી સાથે ત્રણ વર્ષ સુધી નારી સુરક્ષા ગૃહમાં રહ્યા હતા. કંચનબેન પહેલા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર પછી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. જયારે કંચનબેનને માસૂમ પુત્રીને નોકરી સ્થળે લઇ જવું શક્ય ન હતું. જેથી છુટાછેડા લેતી વખતે પતિ રામજી દ્વારા પોતાની દીકરીને તે રાખશે તેવું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં માસુમ દીકરી તેની માતા સાથે રહ્યા માંગતી હતી.
જયારે દોઢ વર્ષ પૂર્વે અંતે રામજી તેની પુત્રીને લઇ ગયો હતો અને ત્યારે તે સરખી રીતે પુત્રીને સાચવતો પણ હતો. પરંતુ રામજીએ જયારે એક વર્ષ પૂર્વે અમદાવાદની સુનિતા સાથે પ્રેમલગ્ન કર્યા પછીથી તે પોતાની દીકરીને ત્રાસ આપતો થઇ ગયો હતો. જયારે કંચનબેનને આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી પણ કરી હતી. જયારે વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે, પાંચ મહિના પહેલા કંચનબેનનાં સાસુ જયારે તેની દીકરીને હોસ્પિટલ લઈને આવ્યા હતા ત્યારે પણ રામજીભાઈ તેની દીકરી સાથે મારકૂટ કરતો હતો.
જયારે ગુરૂવારની સવારે જેનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાનું કહેવામાં આવી રહ્યું છે અને બાળકીના મૃત્યુ પછી બાળકીની દફનવિધિ પણ કરવામાં આવી હતી. જયારે કંચનબેનને તેની દીકરીના મૃત્યુની જાણ અને બારોબાર દફનવિધિની કર્યાની જાણ થતાની સાથે જ કંચનબેને પુત્રીના મૃત્યુનું કારણ પતિ રામજીને પૂછ્યું હતું. જયારે આ અંગે રામજી દ્વારા પુત્રીને ઝાડા ઊલટી અને લકવા થયાનું કહેવામાં આવ્યું. આ વાત સંભાળીને શંકાસ્પદ લાગતા તરત જ કંચનબેને પોલીસનું શરણું લીધું હતું.
બીમારીથી બાળકીનું મૃત્યુ થવાનો કેસ:
જયારે કહેવામાં આવી રહ્યું છે કે, પુત્રી જેનીને સૌ પ્રથમ ગુંદાવાડી હોસ્પિટલમાં પછી ખાનગી હોસ્પીટલમાં અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જયારે સિવિલ હોસ્પીટલમાં હત્યા અંગેનો આક્ષેપ થતાં તબીબો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં કઇ બીમારીની કઇ સારવાર આપવામાં આવી હતી તેની કેસ ફાઇલ પણ બતાવવામાં આવી હતી. જયારે કંચનબેન દ્વારા કોઇપણ ચોક્કસ કારણોસર આક્ષેપ કર્યાની શંકા હોવાનું કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.