રાજકોટ(ગુજરાત): પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝગડા તો ચાલતા જ હોય છે. પરંતુ, ક્યારેક આ ઝગડા હત્યા સુધી પણ પહોચી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા કોળી દંપતી વચ્ચે ઝઘડો થતાં રાત્રિનાં સમયે વાસણ સાફ કરતી પત્નીને પતિએ દસ્તાના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ પસ્તાવો થતા વહેલી સવારે પતિએ પણ ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી લીધી હતી. જાણવા મળ્યું છે કે, ઘાયલ પત્નીને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાય ગયો છે. હાલ આ સમગ્ર મામલે બી-ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સંતકબીર રોડ પર શાકમાર્કેટ નજીક શેરી નં.17માં રહેતા સરોજબેન હરીભાઇ સીતાપરા પોતાના ઘરે રાત્રિનાં સમયે વાસણ સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પતિએ દસ્તાના આડેધડ ઘા ઝીંકી દેતા તેમને ઘવાયેલી હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. પતિ તેની પત્ની સરોજ પાસેથી 100 રૂપિયા માંગતો હતો. આથી આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાનું સામે અવાયું છે.
જેથી હરીભાઇએ ઉશ્કેરાયને પત્નીને દસ્તાના ઘા ઝીંક્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં પણ ખોટી એન્ટ્રી પડાવી કે પત્ની પગથીયા પરથી પડી ગઇ છે. આમ કર્યા બાદ પતિ હરીભાઇને પસ્તાવો થતાં વહેલી સવારે પોતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હરિભાઇ અને તેમને પત્ની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો થતો રહેતો હતો. જાણવા મળ્યું છે કે, તેઓ છકડો રીક્ષા ચલાવી દાણાપીઠમાં મજૂરી કામ કરતા હતા. સંતાનમાં બે દિકરા બે દીકરી છે.
આજે સવારે તેમનો પુત્ર જયદીપ બાથરૂમ કરવા ઉઠતાં બારીમાંથી જોતા પિતા હરીભાઇ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતાં. ત્યારબાદ તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ નિકોલા અને રાઇટર રાજાભાઇ ગઢવી દ્વારા કાગળો કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સરોજબેને જણાવ્યું હતું કે, હું વાસણ સાફ કરતી હતી ત્યારે મારા પતિ આવ્યા હતા. ત્યારબાદ ઉશ્કેરાયને મને મારવા લાગતા હું બેભાન થઈ ગઇ હતી. મારી પાસે તે પૈસા માંગતા હતા. આથી મને કહ્યું કે પૈસા આપ. આથી મેં કહ્યું કે હું થોડી કામે જાઉં છું, મારી પાસે પૈસા થોડા હોય. મારી પાસે 100 રૂપિયા માંગતા હતા. પહેલા દારૂ પીતા હતા. પરંતુ, છેલ્લા 10 દિવસથી દારૂ નહોતા પીતા. ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી દારૂ પીતા હતા. કામે પણ જાતા નહોતા. તેઓ પાંચ હજારનું કામ કરતા હતા. પરંતુ, પાંચ હજાર પુરા ન થાય ત્યાં સુધી દારૂ પીતા હોવાનું તેમની પત્નીએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.