વતનમાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થયા બાદ બે જ કલાકમાં પતિએ હાથ કાપી અને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પત્નીના આપઘાત પહેલાં પ્રદીપે 40 મિનિટ પત્ની રીતુ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસ દ્વારા પ્રદીપના આપઘાત બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના પિતા ગુરુદત્ત શુકલા એ જણાવ્યુ હતું કે, 6 વર્ષથી પ્રદીપ તેમની સાથે રહેતો હતો અને સાડીની દુકાનમાં કામ કરતો હતો. બે મહિના પહેલા જ લગ્નસંબંધમાં જોડાયો હતો. પત્ની રીતુ વતન યુપી અલ્હાબાદ પરિવાર સાથે રહેતી હતી. 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન બાદ પ્રદીપ 16 જાન્યુઆરી 2021ના રોજ સુરત પરત ફર્યો હતો.
મૃતકના મામાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે પત્ની રીતુ સાથે પતિ પ્રદીપે 40 મિનિટ ફોન પર વાત કરી હતી. ત્યારબાદ પત્નીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ પ્રદીપ બે કલાકના સમય ગાળામાં તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ગુરુદત્ત શુકલાએ જણાવ્યું હતું કે, પ્રદીપ અને રીતુના 10 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન થયા હતાં. આજે સવાર બનેલી આ ઘટના બાદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો હોવાની ટેલિફોનિક જાણ થતા જ પ્રદીપે પણ પોતાના જ રૂમમાં હાથ કાપીને ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રદીપ રીંગરોડ કાપડ માર્કેટની સાડીની દુકાનમાં કામ કરતો હતો. પાંડેસરા તેરે નામ ચોકડી માહાલક્ષ્મીનગરમાં બનેલી ઘટના બાદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle