હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમે પણ ચોકી ઉઠશો. આ ઘટનામાં પહેલા પતિનું મૃત્યુ થયું અને તેના સમાચાર મળતાની સાથે જ પત્નીએ પણ દેહ ત્યાગ કર્યો હતો. જેને પગલે બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. તો ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે…
મળતી માહિતી અનુસાર, અરૂણભાઇ નટુભાઈ ગાવીત ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોતાના પરિવાર સાથે રહેતા હતા. ત્યારે ગુરુવારના રોજ રાત્રે તેઓ કોઇક કામ અર્થે ગામના ચાર રસ્તા પર ગયા હતા. ત્યાંથી કામ પતાવીને લગભગ સાડા આઠ વાગ્યે આસપાસ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તોરણવેરા ગામના નિશાળ ફળિયા નજીક તેમની બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો.
બાઈક સ્લીપ થઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા. જેને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તાત્કાલિક પણ 108ને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેઓને સારવાર અર્થે ખેરગામની સીએચસી રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબો દ્વારા અરૂણભાઇને મૃત જાહેર કરાયા હતા.
આ પછી અકસ્માતની જાણ અરૂણભાઇના પત્નીને કરવામાં આવી હતી. પતિના મૃત્યુના સમાચાર મળતા જ ભાવનાબેનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સાથે જ ભાવનાબેનની તબિયત પણ લથડી હતી. જેના કારણે તેમને પણ ખેર ગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
આ રીતે પતિના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ પત્નીનું પણ મોત નીપજ્યું હતું. જેને પગલે તેમના બે સંતાનો 14 વર્ષે પુત્રી તેમજ 10 વર્ષીય પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. સાથે જ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. તેમજ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.