લોકોના ઘર ભાંગતા તો જોયા હશે પણ લોકડાઉનની આ ઘટનાને જાણી તમને પતિ-પત્ની વચ્ચેનો સાચો પ્રેમ સમજાશે

કોરોનાને કારણે દેશભરમાં થયેલ લૉકડાઉનથી ઘણી સારી સામાજિક અસરો પણ જોવા મળી રહી છે. ફેમિલી અદાલતમાં છૂટાછેડાની અરજીને પાછી ખેંચાઇ જતી હોય તેવા બનાવ જવલ્લે જ જોવા મળે છે. છૂટાછેડા માટે 6 મહિનાનાં સેપરેશનનાં સમયગાળામાં પિયર ગયેલી પત્નીએ લૉકડાઉન દરમ્યાન સાસુની તબિયત બગડતાં સાસરે આવીને સારવાર કરતા દંપતીના છૂટાછેડા થતા અટકી ગયા હોવાની ઘટના ફેમિલી અદાલતમાં આવી છે.

પત્નિની સેવાથી પ્રભાવિત થયેલ પતિએ છેવટે છૂટાછેડા માટેની અરજી પણ પાછી ખેંચી લીધી હતી. શેફાલી પરીખ નામની યુવતીના લગ્ન 6 વર્ષ પહેલાં મિતુલની સાથે થયા હતા. લગ્ન પછી નોકરી કરવા ઇચ્છતી શેફાલીને મિતુલે ના દીધી હતી. શેફાલી પુનાની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં ટેક્નિશ્યન હેડ તરીકે કામ કરતી હોવાથી લગ્ન પછી તેને ઘરમાં બેસી રહેવાની ઇચ્છા થતી નહોતી.

આ મામલે બન્ને વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. આખરે મિતુલે છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી અદાલતે  સેપરેશન સમય પછી નિર્ણય લેવા માટે આદેશ કર્યો હતો. શેફાલી પોતાને પિયર રહેવા ચાલી ગઇ હતી. લૉકડાઉન દરમ્યાન અચાનક જ મિતુલનાં માતાની તબિયત બગડતી હોવાની જાણકારી શેફાલીને થતાં તે સાસુની સેવા કરવા માટે આવી પહોંચી હતી. શેફાલી સાસુની સેવા કરવા લૉકડાઉન દરમ્યાન પાછી આવી તે સમય દરમ્યાન મિતુલની બહેનને સાસરામાં ઝઘડો થતાં તે પાછી આવી હતી.

આ સમયગાળા દરમ્યાન  મિતુલની મુશ્કેલીઓ વધી ગઈ હતી.પરંતુ તેની માતાની સારી રીતે કાળજી રાખીને અને પાછી આવેલી બહેનનો ઝઘડો પણ શેફાલીએ ઉકેલ્યો હતો. નણંદ પોતે પણ પોતાની ભાભીને સાસરામાં કેમ રહેવાય તે જોઇને સાસરે જવા માટે તૈયાર થઇ ગઈ હતી. પરિવારની મુશ્કેલીમાં અંગત દુઃખ ભૂલીને સુશ્રુષા કરવા આવેલ શેફાલીને કારણે એકની સાથે 2 પરિવારો તૂટતા બચી ગયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *