જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ સુરતમાં ચોરી-લુંટફાટ અને હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. અવારનવાર ચોરી અને લુંટની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવી છે.
સુરતના સિંગણપોર પોલીસની હદ વિસ્તારમાં આવેલ આવેલ કતારગામ વિસ્તારમાં આવેલ હાથી મંદિર નજીક લુંટનો બનાવ સામે આવ્યો છે. કતારગામ હાથી મંદિર રોડ પર 8.50 લાખ રૂપિયાની ચીલ ઝડપે લુંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે કે, જેમાં ત્રણ લુંટારાઓ ખુલ્લેઆમ પૈસા ભરેલું પેકેટ આંચકી જઈ ભાગતા જોવા મળ્યા છે.
લુંટ થયાની જાણ થતાંની સાથે જ સિંગણપોર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી દેવામાં આવી હતી, જેને કારણે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે તેમજ આગળની તપાસ શરુ કરી દેવામાં આવી છે. હાલમાં જયારે થોડા દિવસ બાદ એટલે કે, 28 માર્ચનાં રોજ હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસના સઘન પેટ્રોલિંગ ન થઇ રહ્યું હોવાને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.
પ્રાથમિક જાણકારી પ્રમાણે એમ્બ્રોઇડરીનાં કારખેનેદાર પાસેથી બાઈક સવાર લુંટારૂઓએ ચીલઝડપ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. ફક્ત 3 સેકન્ડ જેટલા સમયગાળામાં લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. 8.50 લાખ રૂપિયાનાં મુદ્દામાલની લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આની સાથે જ પોલીસ તપાસમાં આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.