સંસદભવનમાં થઇ બબાલ- ઘાયલ સાંસદોને સ્ટ્રેચરમાં બહાર લાવવા પડ્યા- જુઓ વિડીયો

હોંગકોંગની સંસદમાં શુક્રવારે જોરદાર હંગામો થયો અને સાંસદો અંદરો અંદર જ લડી પડ્યા.પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સિક્યુરિટી ગાર્ડને લોકતંત્રના સમર્થકોને બહાર કાઢવા પડયા. આ દરમિયાન ચાલેલા લાત અને મુક્કાઓ થી એક સાંસદ ઘાયલ થઈ ગયો અને તેને સ્ટ્રેચર પર લઇ જવો પડ્યો. હકીકતમાં ચીન સમર્થક એક સાંસદ સમિતિના ચેરપર્સન ની ખુરશી પર જઈને બેસી ગઈ. આ કમિટી ઘણા મહિનાથી ચાલી રહેલા ગતિરોધ ને પુર્ણ કરવા માટે બનાવવાની હતી.પહેલા ચેર પર્સન રહી ચૂકેલી ટીચિંગ સમર્થક તેરી લિએ શુક્રવારે કહ્યું કે નવો ચેર પર્સન ન હોવાના કારણે તે મિટિંગની અધ્યક્ષતા કરી ચૂકી છે.

એવું કહીને તે ચેર પર્સનની સીટ પર જઈને બેસી ગઈ.ત્યારબાદ સિક્યુરીટી સ્ટાફ અને બીજા પેઇજીંગ સમર્થક સાંસદ પાસે પહોંચી ગયા અને લોકતંત્ર સમર્થક સાંસદોને દૂર રાખવાની કોશિશ કરવા લાગ્યા. આ દરમિયાન બંને પક્ષોમાં ખૂબ ચર્ચાઓ થઇ અને એકબીજા વચ્ચે ટકરાવ એ આક્રમક સ્વરૂપ લઈ લીધું. પરિસ્થિતિ એ સમયે બેકાબુ થઇ ગઈ જ્યારે લિ એ મીટીંગ નું એલાન કર્યું.લોકતંત્રના સમર્થકોના સાંસદે સિક્યુરિટી ગાર્ડને રોકવાની કોશિશ કરી અને કેટલાક તો બહાર પણ કાઢી નાખવામાં આવ્યા. વધારે લોકતંત્ર સમર્થક સાંસદોએ વોકઆઉટ કરી દીધું અને સત્રને રોકી દેવામાં આવ્યું.

ક્લોક વિંગના ચેમ્બર માં કેટલા પેપર ફેંકી દેવામાં આવ્યા જેનાબાદ સિક્યુરિટી ગાર્ડ છે તેમને બહાર કાઢી મૂક્યા. જણાવી દઈએ કે પેઇજિંગ સમર્થકસાંસદોએ લોકતંત્ર સમર્થક સાંસદો અને હાઉસ કમિટીના ડેપ્યુટી ચેર પર્સન ઉપર આરોપ લગાવ્યો હતો કે તેમણે છ મહિના સુધી નવા ચેરપર્સન ની ચૂંટણીમાં રસ્તામાં બાધા બનીને ઊભા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *