માતાની બાજુમાં સુઈ રહેલ બે માસુમ બાળકોએ મધરાત્રે લીધા અંતિમ શ્વાસ- સમગ્ર ઘટના જાણીને રડી પડશો

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલ શિવપુરી જિલ્લામાં માતા પાસે ઊંઘી રહેલાં 2 માસૂમ ભાઈ-બહેનનું સાપ કરડવાને કારણે મોત થયું છે. રાત્રિના સમયે ઊંઘતી વખતે સાપે માસૂમ ભાઈ-બહેનને ડંખ મારતાં બન્ને રડવા લાગ્યાં હતાં. માતાને લાગ્યું કે, બન્ને બાળકો ડરી ગયાં છે, જેથી રડી રહ્યાં છે, જેને કારણે માતાએ બન્નેને વહાલથી પાસે સુવાડ્યાં પરંતુ થોડીવખત પછી બાળકોના મોંમાંથી ફીણ નીકળતા તબિયતને લઈ ચિંતા થઈ હતી.

પરિવાર અને ગામલોકો બાળકોને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે માર્ગમાં જ પહેલા ભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. થોડા સમય પછી બહેનનું પણ મોત થયું હતું. માતા પર જાણે આભ તૂટી પડ્યું હોય એમ તે બેભાન થઈ જાય છે કે મને ખબર ન હતી કે હું મારાં બાળકોને હંમેશાં માટે સુવાડી રહી હતી. ​

મકાનની છત પર ઊંઘી રહ્યો હતો પરિવાર:
સોંદર ગામમાં રહેતા કમદ સિંહ બઘેલ, પત્ની લલિતા, 7 વર્ષીય દીકરી પિંકી તથા 4 વર્ષીય દીકરા સંજયની સાથે પરિવાર રાત્રે ઘરની છત પર ઊંઘી રહ્યો હતો. રાત્રે અંદાજે 2 વાગે પિંકી તથા સંજયને ઝેરીલા સાપે ડંખ માર્યો હતો. સાપ કરડતાંની સાથે જ પિંકી બૂમ પાડીને જાગી ગઈ હતી તેમજ પીડા અંગે માતાને જણાવવા લાગી હતી.

આ દરમિયાન દીકરો પણ ઊંઘમાંથી જાગી ગયો હતો તેમજ ખુબ રડવા લાગ્યો હતો. માતા લલિતાને લાગ્યું કે, બાળકો કદાચ ઊંઘમાંથી જાગી ગયાં છે, જેથી રડી રહ્યાં છે. બાળકો ફરી સૂઈ જાય એ માટે પ્રયાસ કરતી રહી હતીં. જયારે બાળકો કાયમ માટે સુઈ ગયા હતા.

ડોક્ટરે કહ્યું- બાળકોને બચાવવા હોય તો મોટી હોસ્પિટલમાં લઈ જાઓ:
બાળકોના કાકા ભગવાન સિંહ જણાવે છે ડોક્ટરોએ કહ્યું હતું કે, બાળકોને બચાવવા હોય તો તાત્કાલિક શિવપુરી લઈ જાઓ. તેઓ બાળકોને લઈ તાત્કાલિક શિવપુરી પહોંચ્યાં હતા. શિવપુરીમાં ડોક્ટરો દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં બાળકો અંતિમ શ્વાસ લઈ ચૂક્યાં હતાં. પિંકીના પગ પર સાપ કરડ્યાનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *