યુવકની છાતી માંથી આરપાર થઇ ગઈ લોખંડની પાઈપ- પાંચ કલાકની મહા મહેનતે ડૉક્ટરોએ કરી સફળ સર્જરી

ચંદીગઢ: હાલમાં પંજાબના બટિંડાના લહરા ગામમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં છોટા હાથીનું ટાયર ફાટતા પેસેન્જર સીટ પર બેઠેલા એક યુવકની છાતીમાંથી છ ફૂટ લાંબી લોખંડની એંગલ આરપાર નીકળી ગઈ હતી. ત્યારબાદ લોકોએ ખૂબ મહેનતથી તેને લોખંડની એંગલ સાથે હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. છ ડૉક્ટરો અને 22 પેરામેડિકલ સભ્યો દ્વારા પાંચ કલાકની મહેનાત બાદ એંગલને બહાર કાઢવામાં આવી હતી. હાલમાં યુવક હાલ ખતરાથી બહાર છે. હૉસ્પિટલના સર્જન ડૉક્ટર સંદીપ ઢંડે જણાવ્યું કે, લોખંડની એંગલ થોડી પણ જો હૃદયને સ્પર્શ કરી ગઈ હોત તો યુવકનું મોત પણ નીપજ્યું હોત.

યુવકની છાતીમાંથી આરપાસ થયેલી લોખંડની એંગલની બહાર કાઢવાનું કામ ખુબ જ મુશ્કેલીભર્યું હતું. જાણવા મળ્યું છે કે, યુવકને જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે પણ તે સતત ડૉક્ટર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. યુવકે ડૉક્ટર્સને કહ્યું હતું કે, તેઓ આ એંગલને બહાર કાઢી દે બાકી બધુ વાહેગુરુના હાથમાં છે. ડૉક્ટરો દ્વારા પ્રથમ આ અંગલને બંને તરફથી કાપી નાખવામાં આવી હતી.

ત્યારબાદ યુવકને બેભાન કરીને ઑપરેશન કર્યું હતું. ડૉક્ટરો આ વાત સારી રીતે જાણતા હતા કે, જ્યારે એંગલને છાતીમાંથી બહાર કાઢવામાં આવશે ત્યારે વધુ પ્રમાણમાં લોહી વહેશે, જે યુવક માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઑપરેશન પહેલા જ તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી. આખરે ડૉક્ટરો દ્વારા શિફતપૂર્વક હરદીપની છાતીમાં ઘૂસેલા એંગલને કાઢી નાખવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ બનાવ ગયા ગુરુવારે બન્યો હતો. આ વાતનો ખુલાસો શુક્રવારે થયો હતો. બીજી તરફ સ્વતંત્રતા દિવસને પગલે પોલીસ પણ વ્યસ્ત હતી. જ્યારે પોલીસને આ અંગેની જાણકારી મળી તો તે પૂછપરછ માટે હૉસ્પિટલ પહોંચી હતી. પોલીસ દ્વારા એવું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, બનાવ કેવી રીતે બન્યો હતો. જોકે, ઑપરેશન બાદ યુવક બેભાન હતો જેથી તેની પૂછપરછ થઈ શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *