લ્યો બોલો, ગુજરાતમાં દારુ નથી મળતો કહેનારા વિજયભાઈ રૂપાણીને તેના જ પક્ષના કાર્યકરો ખોટું પાડી રહ્યા છે

અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ જ બુટલેગર હોવાનું સામે આવ્યું છે. વિરમગામ ટાઉન પોલીસે મહિલા કાઉન્સિલરના પતિના નવા બની રહેલા ઘરના ભોંયરમાંથી…

અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ જ બુટલેગર હોવાનું સામે આવ્યું છે. વિરમગામ ટાઉન પોલીસે મહિલા કાઉન્સિલરના પતિના નવા બની રહેલા ઘરના ભોંયરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાઉન્સિલરના બુટલેગર પતિ ફરાર થઈ ગયા છે. વિરમગામ ટાઉન પોલીસે હાથી તલાવડી નજીક મકાનમાંથી રૂ. 1.28 લાખની કુલ નાની 804 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે.

વિરમગામના પીઆઇ એમ.એ.વાઘેલાએ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, આરોપી મિહિર સીતાપરાના નવા બનતાં ઘરમાં બાતમીના આધારે રેડ પડી હતી. ભોંયરામાં આવેલા એક રૂમમાં તાળું તોડી જોતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપી મિહિર અને તેના ભાઈ સામે અગાઉ પણ દારૂના કેસોનો આરોપ છે.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇએમ.એ વાઘેલા અને સ્ટાફને જાણવા મળ્યું કે , વિરમગામ હાથી તલાવડી ખાતે રહેતો મિહીર સીતાપરાએ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને ખાનગી રીતે છુટકમાં શૈલેષ ઠાકોર પાસેથી વેચાણ કરાવે છે. જે વાતના આધારે રેડ કરતા મિહીર સીતાપરાના નવા બનતાં કબ્જા ભોગવટાવાળાના રહેણાંક ઘરમાં આવેલા ભોંયરામાં એક રૂમને તાળું હતું.

રૂમનું તાળું તોડી અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલબંધ કાચની નાની-મોટી 804 બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિમત રૂ 1.28 લાખ જેટલી છે. મકાનમાં રેડ દરમિયાન શૈલેષ ઠાકોર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે મિહિર સીતાપરા સાથે કામ કરતો હોવાનું જાણવા મળ્યું. વિરમગામ ટાઉન પોલીસે શૈલેષની ધરપકડ કરી તથા આરોપી મિહીર સીતાપરાની ધરપકડ કરવા હાથ ધરી છે. હાલમાં આ મહિલા કાઉન્સિલરનો પતિ મિહીર ફરાર હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *