પત્રકારને પોલીસ સ્ટેશન બોલાવી માર્યો માર, ઘાયલ થતા હોસ્પિટલના બેડ પર લોખંડની સાંકળથી બાંધી…

ઓડિશા (Odisha)ના બાલાસોર જિલ્લા (Balasore District)માં, એક સ્થાનિક પત્રકાર (Journalist)ને પોલીસ(Police) દ્વારા હોસ્પિટલ (Hospital)ના પલંગ પર લોખંડની સાંકળ વડે બાંધવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ ઓડિશામાં ખળભળાટ મચી ગયો છે અને દોષિત પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ, પીડિત પત્રકારનું નામ લોકનાથ દલાઈ(Loknath Dalai) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકનાથની નીલગિરી પોલીસ સ્ટેશન (Nilgiri Police Station)માં પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી થઈ હતી. આ પછી ઘાયલ દલાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસકર્મીઓ પર દલાઈને અપમાનિત કરવાના ઈરાદાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનો એક પગ જાણી જોઈને લોખંડની સાંકળથી બાંધવાનો આરોપ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, દલાઈ પોતાની મોટરસાઈકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનું વાહન હોમગાર્ડ નિરંજન રાણાની મોટરસાઈકલ સાથે અથડાયું. અકસ્માત બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. જોકે, સ્થાનિક લોકોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. પરંતુ બાદમાં હોમગાર્ડ રાણાએ ઘટના સંદર્ભે એફઆઈઆર નોંધાવી હતી.

નિરંજન રાણાએ કહ્યું, “હું પોલીસ ડ્રેસમાં હતો. અકસ્માત બાદ દલાઈએ મને થપ્પડ મારી હતી. તેણે મારી સામે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો અને મને ગંભીર પરિણામોની ધમકી આપી. જોકે, સ્થાનિક લોકોની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. દલાઈના કૃત્યથી હું અપમાનિત થઈ રહ્યો હતો તેથી મેં એફઆઈઆર નોંધાવવાનું નક્કી કર્યું.”

દલાઈના અહેવાલથી સ્થાનિક વહીવટી તંત્રમાં રોષ ભભૂકી ઉઠ્યો છે!:
દલાઈ કહે છે, ‘બુધવારે પોલીસે મને બોલાવ્યો અને હું પોલીસ સ્ટેશન ગયો. મેં પહેલા વિચાર્યું કે સમાધાન થશે. પોલીસે મને પાંચ કલાક સુધી બેસાડ્યો. જ્યારે મેં મારા મિત્રોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થાનિક પોલીસ અધિકારીએ મને માર માર્યો અને હું પડી ગયો. હું લગભગ બેહોશ થઈ ગયો. બાદમાં બુધવારે સાંજે, મને બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જે નીલગીરીથી લગભગ 20 કિમી દૂર છે.

બંદૂકો સાથે રક્ષણ કરતા સાત રક્ષકો:
દલાઈએ કહ્યું, “હોસ્પિટલમાં લગભગ સાત ગાર્ડ બંદૂકો સાથે મારા પર નજર રાખી રહ્યા છે. ગુરુવારે સવારે બે કોન્સ્ટેબલ આવ્યા અને મારા પગમાં લોખંડની બેડીઓ નાખી જાણે હું હોસ્પિટલથી ભાગી જઈશ. એવું પણ જાણવા મળ્યું છે કે, “સ્થાનિક સ્તરે પત્રકારોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દલાઈ ગેરકાયદે ડ્રગની દાણચોરી સહિત વિવિધ સળગતા મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરી રહ્યો છે, તેથી સ્થાનિક વહીવટીતંત્ર તેમની સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

તપાસના આદેશો અપાયા છે:
બાલાસોર જિલ્લા પોલીસ અધિક્ષક સુધાંશુ શેખર મિશ્રાએ કહ્યું, “આ મુદ્દો મારા ધ્યાન પર આવ્યો છે. આ બાબતની તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે મેં DSP રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારીને નિયુક્ત કર્યા છે. રિપોર્ટ આવ્યા બાદ હું કાયદા મુજબ કાર્યવાહી કરીશ. બાલાસોરના વરિષ્ઠ પત્રકાર સિબદાસ કુંડુ કહે છે, “શરૂઆતમાં દલાઈને પલંગ આપવામાં આવ્યો ન હતો, પરંતુ તેના પગને લોખંડની સાંકળ વડે બાંધવામાં આવ્યો હતો. વિરોધ બાદ તેમને બેડ આપવામાં આવ્યો હતો.અમે પોલીસના આ વર્તનની નિંદા કરીએ છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *