બોલિવુડની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (Kashmir Files) ચર્ચામાં છે. આ ફિલ્મ 90ના દશકમાં કાશ્મીર વેલીમાં કાશ્મીરી પંડિતોના થયેલા પાલયનની કહાની છે. ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અને અત્યાચાર પર બનેલી ફિલ્મ Kashmir Files ના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અત્યાચાર પર આખું ફિલ્મ બનાવવામાં આવ્યું છે.
કાશ્મીરી પંડિતોના હિજરત પર બનેલી ફિલ્મ Kashmir Files માં પલ્લવી જોશીએ રાધિકા મેનન નામની JNU પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી. જેઓ JNUમાં પોલિટિકલ સાયન્સ ભણાવે છે. આ પાત્ર પ્રોફેસર નિવેદિતા તિવારી પર આધારિત છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરી પંડિતોની વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મમાં પલ્લવી જોશી જેએનયુના પ્રોફેસર રાધિકા મેનનની ભૂમિકામાં છે. આ પાત્ર વાસ્તવિક જીવન JNU પ્રોફેસર નિવેદિતા તિવારી પર આધારિત છે.
2016માં ભાષણ વાયરલ થયું હતું જે દ્રશ્ય ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યું છે. અને હા જો તમે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈ હશે તો તમે ઘણા પાત્રો વિશે જાણવા ઉત્સુક હશો. Kashmir Files સત્ય ઘટનાઓ પર આધારિત હોવાથી તેના પાત્રો પણ વાસ્તવિક જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મમાં પલ્લવી જોશીએ દિલ્હીની (JNU) માં પ્રોફેસર રાધિકા મેનનની ભૂમિકા ભજવી છે. તેનું પાત્ર જેએનયુના વિદ્યાર્થીઓને ‘કાશ્મીરની આઝાદી’ માટે ઉશ્કેરતું જોવા મળે છે.
ફિલ્માંમાં નવોદિતા મેનન ફિલ્મના મુખ્ય પાત્ર ‘ક્રિષ્ના પંડિત’નું બ્રેઈનવોશ કરવામાં કોઈ કસર છોડતા નથી. તેણી તેનો સંપર્ક આતંકવાદી બિટ્ટા કરાટે સાથે કરે છે, જે JKLF ચીફ ફારૂક અહેમદ ડાર પર આધારિત છે. પલ્લવી જોશીનું પાત્ર વાસ્તવમાં જેએનયુના પ્રોફેસર નિવેદિતા મેનનથી પ્રેરિત છે. 2016માં જેએનયુના વિદ્યાર્થીઓમાં નિવેદિતાના ભાષણને લઈને ઘણો વિવાદ થયો હતો. અને આજ ભાષણ ફિલ્મમાં મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે.
માહિતી પ્રમાણે જેએનયુની વેબસાઈટ પર પ્રોફેસર નિવેદિતા મેનનના પરિચયમાં લખવામાં આવ્યું છે કે, તેમની પાસે પોલિટિકલ થિયરી, ફેમિનિસ્ટ થિયરી અને ઈન્ડિયન પોલિટિક્સમાં વિશેષતા છે. યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્પેરેટિવ પોલિટિક્સ એન્ડ પોલિટિકલ થિયરીમાં ભણાવતા નિવેદિતા શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. પ્રોફેસર નિવેદિતાના મંતવ્યો વિવાદાસ્પદ રહ્યા છે. તેમના પર વારંવાર ભારત વિરોધી અને હિંદુ વિરોધી વિચારો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.