જાણો કેમ ‘Kashmir Files’ ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ BJP નેતા વિરુદ્ધ મુખ્યમંત્રીને કરી ફરિયાદ

“The Kashmir Files” બોલિવુડની ફિલ્મ હાલ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 90ના દશકમાં કાશ્મીર વેલીમાં કાશ્મીરી પંડિતોના થયેલા પાલયનની કહાની છે. ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અને અત્યાચાર પર બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. “The Kashmir Files” ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અત્યાચાર પર આખું ફિલ્મ બનાવવામાં આવ્યું છે. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો આ ફિલ્મનું ખૂબ જ સમર્થન કરી રહ્યા છે, વખાણ કરી રહ્યા છે. અને તેઓ “The Kashmir Files” ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા હતા જેમાં અમુક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી દેવામાં આવી છે.

હાલ “The Kashmir Files” ફિલ્મ વિવાદમાં ફસાઈ ચૂકી છે, જુદા જુદા પક્ષ અને પાર્ટીના નેતાઓ આ બાબતે ટીકા-ટિપ્પણી અને નિવેદન આપી રહ્યા છે. દર્શકો પણ પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે. છતાં પણ લોકોનો જબરદસ્ત સમર્થન મળી રહ્યો છે. “The Kashmir Files” ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. “The Kashmir Files” ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને દેશવાસીઓ તરફથી ખુબ સમર્થન અને મહત્વ મળી રહ્યું છે.લોકો જ અન્ય લોકોને ફિલ્મ જોવા માટે કહી રહ્યા છે મોટીવેટ કરી રહ્યા છે.

“The Kashmir Files” વિવાદોથી ઘેરાઈ ચુકેલી ફિલ્મ વિવાદ ક્ષેત્રે પણ સૌથી વિવાદિત ફિલ્મનો રેકોર્ડ પણ પોતાના નામે કરીલે તો નવાઈ નહિ. ત્યારે ફરી ફિલ્મને લઈને એક વધુ વિવાદ ઉભો થયો છે, અને આ વખતે વિવેક અગ્નિહોત્રીએ પિત્તો ગુમાવીને જાહેરમાં જ ચિમકી આપી દીધી. વાત કઈક એવી છે કે, હરિયાણાના રેવાડીમાં હરિયાણાના પૂર્વ ધારાસભ્યે અને ભાજપના  કેટલાક નેતાઓએ લોકોને ફ્રીમાં “The Kashmir Files” ફિલ્મ બતાવવા માટે આમંત્રણ આપ્યું. આ માટે તેણે એક પોસ્ટર પણ શેર કર્યું છે.જ્યારે વિવેક અગ્નિહોત્રીએ આ પોસ્ટરો જોયા તો તેણે વાંધો ઉઠાવ્યો અને ગુસ્સેથી લાલચોળ થઇ ગયા.

“The Kashmir Files” ફિલ્મને લઈને હરિયાણાના રેવાડી જિલ્લા અધ્યક્ષ કેશવ ચૌધરી (બિટ્ટુ), યુવા નેતા મુકેશ યાદવ કપરીવાસ અને પૂર્વ ધારાસભ્ય રણધીર સિંહ કપરીવાસ ફિલ્મ “The Kashmir Files” લોકોને મોટી સ્ક્રીન પર મુક્ત બતાવવાની વાત. આ સાથે પોસ્ટરમાં સમય અને સ્થળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતનો ઉલ્લેખ વિવેક અગ્નિહોત્રીએ પોતાના સોસીયલ મીડિયામાં પણ શેર કર્યો હતો. અને આયોજકોને ચિમકી પણ આપી દીધી હતીકે, આવી રીતે લોકોને “The Kashmir Files” ફિલ્મ બતાવવી એક કાનૂની અપરાધ છે.

ફિલ્મને લઈને વિવેક અગ્નિહોત્રીએ હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરને પણ વિનંતી કરી હતી અને તેમને ટેગ કરીને કહ્યું હતું કે, પ્રિય મનોહર લાલ ખટ્ટર જી, હું તમને આને રોકવા માટે વિનંતી કરું છું. રાજકારણી નેતાઓના સર્જનાત્મક વ્યવસાયને આદર આપવો જોઈએ અને વાસ્તવિક દેશભક્તિ અને સમાજ સેવાનો અર્થ છે કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ટિકિટ ખરીદવી જોઈએ. બાદમાં હરિયાણાના ભાજપાના નેતા વિવેક અગ્નીહોત્રીના સમર્થનમાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તેમણે આ બાબતે આયોજકોને સમજાવ્યા છે અને જો “The Kashmir Files” ફિલ્મ બતાવવી હોયતો લોકોને થીયેટરમાં લઇ જઈને બતાવવા માટે પણ વિનંતી કરી છે.

11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી. પછી ફિલ્મે કમાણી ના રેકોર્ડ તોડવામાં આજ દિન સુધી પાછળ ફરીને જોયું નથી.બીજા દિવસે 8.50 કરોડ, ત્રીજા દિવસે 15.10 કરોડ, ચોથા દિવસે 15.05 કરોડ, પાંચમા દિવસે 18 કરોડ, છઠ્ઠા દિવસે 19.05 કરોડ, સાતમા દિવસે 18.05 કરોડ, આઠમા દિવસે 19.15 કરોડ, અને નવમા દિવસે ફિલ્મે 24.80 કરોડની કમાણી કરી છે. તો એક યુઝર્સે વિવેક અગ્નિહોત્રીને મેન્શન કરીને કહ્યું છે કે “The Kashmir Files” ફિલ્મ દ્વારા ખુબ સારી એવી કમાણી કરી લેવામાં આવી છે અને દિગ્દર્શક ફરી કોઈ નવા મુદ્દે ફિલ્મ બનાવી શકે તેટલી મૂડી તેઓ કમાઈ ચુક્યા છે, ત્યારે લોકોને આવી રીતે ફિલ્મ બતાવવી તે એક ગર્વની વાત કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *