દિલ્હીની કેજરીવાલ સરકાર બોર્ડર પર શહીદ થયેલા 6 સૈનિકો અને પોલીસ જવાનોના પરિવારને આપશે એક-એક કરોડ

દિલ્હી સરકારે 6 પરિવારોને પ્રત્યેક 1 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. એક કરોડ રૂપિયાનું આ વળતર ફરજ દરમિયાન જીવ ગુમાવનારા છ લશ્કરી, પોલીસ અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓના પરિવારોને આપવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે આ જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે આવા પોલીસ અને સૈનિકો માટે એક કરોડ રૂપિયાની સહાય રકમની જાહેરાત કરી હતી. ત્યારે દિલ્હી સરકાર દ્વારા પરિવારને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. 3 એરફોર્સ, 2 દિલ્હી પોલીસ અને સિવિલ ડિફેન્સનો જવાન સામેલ છે.

અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનતાની સાથે જ આ યોજનાની પહેલી જાહેરાત કરવામાં આવી હતી. 2013 માં જ્યારે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે સમાચાર આવ્યા હતા કે દારૂ માફિયાઓએ એક પોલીસ કર્મચારીની હત્યા કરી દીધી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘોષણા કરી હતી કે તેમના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. કારણ કે તેમણે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.આવી હતી, આર્મી સીઆરપીએફ, દિલ્હી પોલીસ અને ઘણા લોકોને આ યોજના હેઠળ જીવ ગુમાવ્યા બાદ તેમના પરિવારોને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

કોરોનાના સંક્રમણ વધતાની સાથે જ આ યોજનાનો વિસ્તાર કરતાં, દિલ્હીની કેજરીવાલ સરકારે જાહેરાત કરી કે કોરોના ફરજ દરમિયાન જેનું મોત થાય તે વ્યક્તિને દિલ્હી સરકાર તેના પરિવારને એક કરોડ રૂપિયા આપશે. પછી ભલે તે ડોક્ટર હોય, નર્સ હોય, પોલીસ કર્મચારી હોય કે સફાઈ કામદાર તમામના પરિવારને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનો:
1. સંકેત કૌશિક, દિલ્હી પોલીસ
2. રાજેશકુમાર, એરફોર્સ
3. સુનીત મોહંતી, એરફોર્સ
4. મિત કુમાર, એરફોર્સ
5. વિકાસ કુમાર, દિલ્હી પોલીસ
6. પ્રવેશ કુમાર, નાગરિક સંરક્ષણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *