‘The Kerala Story’ ફિલ્મની અભિનેત્રીને નડ્યો માર્ગ અકસ્માત- જાણો શું થયું?

Adah Sharma Accident News: બોલિવૂડ અભિનેત્રી અદા શર્માની ફિલ્મ ધ કેરળ સ્ટોરી (The Kerala Story) આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ દેશભરમાં વિવાદો શરૂ થઈ ગયા છે. દરમિયાન, ‘ધ કેરળ સ્ટોરી’ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ પણ ટૂંક સમયમાં 150 કરોડ ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રી અદા શર્મા (Adah Sharma) અને ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેન (Sudipto sen accident) ગતરોજ રોડ અકસ્માતનો ભોગ બન્યા છે.

અદા શર્મા અને સુદીપ્તો સેન હિંદુ એકતા કૂચમાં જોડાવા માટે કરીમંજર જઈ રહ્યા હતા, જો કે તેઓ વચ્ચે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સમાચાર સામે આવતા જ ચાહકો ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા હતા. હવે અદા શર્માએ આના પર ટ્વીટ કરીને ચાહકોને પોતાની હેલ્થ અપડેટ જણાવી છે. આવો એક નજર કરીએ અભિનેત્રીના ટ્વિટ પર.

અદા શર્માએ તબિયત વિશે જુઓ શું કહ્યું ?

રોડ એક્સિડન્ટ બાદ પોતાના સ્વાસ્થ્ય અપડેટ પર ટ્વિટ કરતા અદા શર્માએ લખ્યું, ‘હું ઠીક છું મિત્રો. અમારા રોડ એક્સિડન્ટના સમાચાર ફેલાયા પછી મને સતત ઘણા મેસેજ આવી રહ્યા છે. આખી ટીમ, અમે બધા ઠીક છીએ, ચિંતા કરવાની કોઈ વાત નથી, કંઈ મોટું થયું નથી. પણ અમારી ચિંતા કરવા બદલ આપ સૌનો આભાર.

અદા શર્માને તેની ફિલ્મ ધ કેરળ સ્ટોરી પછી ઘણા લોકોનો પ્રેમ અને ઘણા લોકોની ધમકીઓ મળી. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. તે હંમેશા ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ અંગે ખુલીને વાત કરતી જોવા મળે છે.

10મા દિવસે સૌથી વધુ કમાણી:

સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત કેરળ સ્ટોરી તાજેતરમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. અદા શર્મા સ્ટારર આ ફિલ્મે માત્ર 10 દિવસમાં 135 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અનેક વિવાદો છતાં, ધ કેરળ સ્ટોરી 2023ની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. 14 મે, રવિવારે આ ફિલ્મે ભારતમાં એક જ દિવસમાં 23 કરોડની કમાણી કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *