વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ‘The King Of Salangpur‘ પ્રોજેકટ અંતર્ગત બની રહેલી 54 ફૂટની હનુમાન દાદાની મૂર્તિની વિરાટકાય ગદા સાળંગપુર આવી પહોંચી છે. અને વિશેષ મહત્વ એ છે કે આ મેટલની ગદા ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધારે વજન વાળી ગદા છે.
હનુમાનજીની ગદા ની લંબાઈ 30 ફૂટ છે અને તેનું વજન 8 ટન છે. આ ગળાનું સાળંગપુર આવી પહોંચતા લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, દર્શનસ્વામી,પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી -અથાણાવાળા -સંતમંડળ એવં ભક્તો દ્વારા પૂજન કરવામાં આવેલ.
ઉલ્લ્કેખ્નીય છે કે થોડા દિવસ અગાઉ મૂર્તિના અન્ય ભાગ પણ આવી પહોંચ્યા હતા જેને જોઇને આ મૂર્તિની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. આ હનુમાન દાદા ની મૂર્તિ 54 ફૂટ ઊંચી વિરાટ હશે અને તેનું વજન 30000 કિલો જેટલું હશે.
આ મૂર્તિ નું આયુષ્ય 5000 વર્ષ સુધીનું આંકવામાં આવી રહ્યું છે. હનુમાનજીના પ્રત્યેક અંગ ની વાત કરીએ તો તેમનું મુખારવિંદ 6:50 ફૂટ લાંબુ અને સાડા સાત ફૂટ પહોળું હશે. જ્યારે મુગટની ઊંચાઈ 7 ફૂટ અને સાડા સાત ફૂટ પહોળાઈ હશે. આ મૂર્તિની ગદા ની લંબાઈ 27 ફૂટ હશે અને પહોળાઈ 8.50 ફુટ રહેશે. મૂર્તિના આભૂષણો 24 ફૂટ લાંબા તેમજ 10 ફૂટ પહોળા બનાવવામાં આવ્યા છે. આ મૂર્તિ પંચધાતુ માંથી બનાવવામાં આવેલી છે. મૂર્તિની અંદર સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જે ભુકંપના આંચકાથી આ મૂર્તિને બચાવીને રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.