દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત: ખ્યાતનામ મહેશ-નરેશની જોડીને આ તારીખે પદ્મશ્રી એવૉર્ડથી કરાશે સન્માનિત

ગુજરાતી ફિલ્મ જગત (Gujarati film world) ના ખ્યાતનામ (Celebrities) કલાકારો સ્વ.નરેશ કનોડિયા (Naresh Kanodia) તથા મહેશ કનોડિયા (Mahesh Kanodia) ને 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ (President) ના હસ્તે પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award) પરિવારજનને આપવામાં આવશે. આ અંગેની જાહેરાત 25 જાન્યુઆરી 2021ના રોજ થઈ હતી.

જયારે કોરોનાની બીજી લહેરને લીધે સમારંભ મોકૂફ રાખવામાં આવ્યો બાદમાં હવે આવનાર 9 નવેમ્બરે બંને સ્વર્ગસ્થ કનોડિયા બંધુની ઉપરાંત કુલ 119 હસ્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. 9 નવેમ્બર ખાસ એટલા માટે છે કારણ કે, આ દિવસે જુનાગઢ મુક્તિ દિવસ પણ ઉજવવામાં આવે છે. CM ભૂપેન્દ્ર પટેલે ખુદ કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી પછી તારીખનો ખુલાસો કર્યો છે.

આ ગુજરાતીઓને અપાશે પદ્મ પુરસ્કાર:
સ્વ.કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે સ્વ.નરેશ કનોડિયા તથા સ્વ.મહેશ કનોડિયાને સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આની સાથે જ દાદુદાન ગઢવી(કવિ દાદ), ચંદ્રકાન્ત મહેતા(સાહિત્ય અને શિક્ષણ) પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

10 સન્માનિત લોકોને અપાશે પદ્મ ભૂષણ: 
જાપાનના પ્રધનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદ્શન પટનાયકને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જયારે પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, PM ના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન(મરણોપરાંત), અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ(મરણોપરાંત) અને ધર્મગુરૂ કલદી સાદિક(મરણોપરાંત) સહિત 10ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *