સુરતના આગેવાનને નટુ ગાંડા ને આશરો આપવો પડ્યો 3 લાખનો, જાણો નટુએ ક્યાં કરી ચોરી

Published on Trishul News at 5:58 PM, Fri, 3 November 2023

Last modified on November 4th, 2023 at 10:01 AM

Natu Ganda theft 3 lakhs in Surat: સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલા સિટી સેન્ટર કોમ્પલેક્ષ માં સરદાર પટેલ ગ્રુપની ઓફિસમાંથી રાજકોટનો એક યુવક રોકડા રૂપિયા 3.07 લાખની ચોરી કરી  ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો(Natu Ganda theft 3 lakhs in Surat) દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર,મૂળ સોમનાથના ગીરના વતની અને હાલમાં યોગીચોક પાસે મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 49 વર્ષીય  બાબુભાઈ કેશુભાઈ સુતરીયા યોગીચોક ખાતે આવેલી સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં પહેલા માળે સરદાર પટેલ ગ્રુપ નામની ઓફિસ ધરાવે છે. થોડા દિવસ પહેલા નટુભાઈ ગાંડાભાઈ બુટાણી ઓફિસે આવ્યો હતો. ત્યાં આવીને તેને બાબુભાઈને પોતે પટેલ નો દીકરો હોવાનો અને રાજકોટમાં તેના ઘરમાંથી કાઢી મુક્યો હોવાથી થોડા દિવસ માટે તેમની ઓફિસમાં આશરો આપવાની વાત કરી હતી. બાબુભાઈ જણાવ્યું હતું કે તે રાત્રે માત્ર સુવા માટે જ તેમની ઓફિસ નો ઉપયોગ કરશે.

જેથી બાબુભાઈ પણ પટેલ નો દીકરો હોવાથી તેને આશરો આપ્યો હતો. બાબુભાઈ સુતરીયા સિટી સેન્ટર કોમ્પલેક્ષના પ્રમુખ પણ છે. જેથી મેન્ટેનન્સનું કામ પણ તેમની પાસે જ આવે છે. ગઈકાલે બાબુભાઈ નો માણસ આખા સિટી સેન્ટર કોમ્પ્લેક્સ નું મેન્ટેનન્સ ઉઘરાવી બાબુભાઈ ની ઓફિસમાં રોકડા રૂપિયા 1.72 લાખ મૂકીને ગયો હતો. અને તે પૈસા પર નટુભાઈ ની નજર પડી હતી. ઓફિસમાં બાબુભાઈના પણ 1.35 લાખ રોકડા રૂપિયા ઓફિસમાં પડ્યા હતા.

રાત્રે 1 થી 2 વાગ્યાના સમયગાળામાં નટુભાઈ બુટાણી રોકડની ચોરી કરી હતી. આ નાણા બિલ્ડીંગની મેન્ટેનન્સ ના પણ હતા. નટુભાઈ બુડા ની બુટાણીએ ઘરમાંથી કાઢી નાખ્યો હોય સંબંધી મુકેશભાઈ ઉઘાડા આશરો આપવા ભલામણ કરી હતી જેથી પોતાની ઓફિસમાં જ 20 દિવસથી આશરે આપ્યો. સરથાણા પોલીસે ચોરીનો ગુનો નંદી એક ટીમ જેતપુર રવાના કરી દીધી છે.

Be the first to comment on "સુરતના આગેવાનને નટુ ગાંડા ને આશરો આપવો પડ્યો 3 લાખનો, જાણો નટુએ ક્યાં કરી ચોરી"

Leave a comment

Your email address will not be published.


*