મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે- દિવાળીની ખરીદી કરવા ગયેલા પરિવારને નડ્યો માર્ગ અકસ્માત, એકસાથે 4 લોકોનાં મોત

Four People Died In A Road Accident in Banaskantha: દિવાળીના તહેવારને થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં પણ ખુબ વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના(Four People Died In A Road Accident in Banaskantha) કાટીવાસ ગામે રહેતા સાત લોકો ગામની રિક્ષામાં બેસી દિવાળી હોવાથી ખરીદી કરવા જઈ રહ્યા હતાં. ખરીદી કરી પોતાના ગામ પાછા આવી રહ્યા હતા. ત્યારે ગોઠડા નજીક દુધના ટેન્કરે રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.

મૂળ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કાટીવાસ ગામે ખાતે રહેતા ધનજીભાઈ ભેરાભાઈ ગમાર પોતાની રીક્ષા લઈ પોતાના પરિવારના સભ્યો અને ગામના અન્ય સમાજના લોકોને પોતાની રિક્ષામાં બેસાડી સતલાસણા ખાતે દિવાળી આવતી હોવાથી કરીયાણું સહિતનો સમાન લેવા લઈ ગયા હતા. સતલાસણા ખાતે તમામ લોકો ખરીદી પૂર્ણ કરી ગઈકાલે બપોરે તેજ રિક્ષામાં બેસી પોતાના ગામ પાછા આવતા હતા, તે દરમિયાન સતલાસણાના ગોઠડા નજીક વર્ષ ગંગા નદી પુલ પર સામે આવી રહેલા દુધના ટેન્કરે ધડાકાભેર રીક્ષાને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ટેન્કરે રીક્ષાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે, રીક્ષાનો ભૂકો બોલી ગયો હતો. અકસ્માતમાં રિક્ષાના ડ્રાઈવર 22 વર્ષીય ધનજી ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને જોઇને રોડ પર અન્ય લોકો અને વાહન ચાલકો પણ ત્યાં દોડી આવ્યા હતા.અને એમ્બ્યુલન્સને પણ જાણ કરી દેવામાં આવ્યું હતું. 108ની ટીમ પર ઘટના સ્થળે દોડી આવી હતી.રિક્ષામાં સવાર મુસાફરો જેમાં ગમાર પ્રવીણ ભાઈ, ગમાર રાઈસા ભાઈ, ગમાર સુમાબેન, મનીષાબેન ઠાકોર, સીતાબેન ઠાકોર, ગમાર મનુભાઈ, તરાલ લક્ષમણ ભાઈને ગંભીર ઇજાઓને પગલે સતલાસણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સતલાસણા સિવિલમાં લાવવામાં આવેલા ઇજાગ્રસ્તમાંથી સારવાર દરમિયાન 40 વર્ષીય ઠાકોર સીતાબેન બળવંતજી, 18 વર્ષીય ગમાર મનુભાઈનું મોત નીપજ્યું છે. જ્યાંરે બાકીના ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડનગર મોકલવામાં આવ્યા હતા. તેમજ ત્યાંથી પણ વધુ ઇજા પામેલા લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જે પૈકી ઇજાગ્રસ્તમાંથી કાટીવાસ ગામના 50 વર્ષીય ગમાર રાઈસાભાઈનું ગત મોડી રાત્રે સારવાર દરમિયાન અમદાવાદમાં મોત નીપજ્યું હતું.

કાટીવાસ ગામમાં શોકનો માહોલ
સમગ્ર ઘટનાના પગલે હાલમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા કાટીવાસ ગામના ચાર લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આજે ગામમાં ચાર લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. ત્યારે દિવાળીના તહેવારના ટાણે આ ગંભીર અકસ્માતના કારણે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *