ફરી એકવાર બીટી કપાસના નકલી બિયારણનો મુદ્દો સળગ્યો, કોંગ્રેસ નેતા મનહર પટેલ બન્યા આક્રમક

Published on Trishul News at 5:01 PM, Tue, 7 November 2023

Last modified on November 7th, 2023 at 5:02 PM

ગુજરાતભરમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચાઈ છે અને ખેડૂતો આર્થિક નુકશાન ભોગવે છે, તે અંગેની ભાજપા સાંસદની ચિંતા વાજબી છે. ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનહર પટેલ(Congress leader Manhar Patel) દ્વારા વધુ એક માંગ રજુ કરવામાં આવી છે. તેમને કહ્યું કે, રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ ખેડૂતોને પધરાવીને – છેતરીને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા બીજ બુટલેગરો હવે ભાજપ સાંસદની નજરમાં પણ આવ્યા…તેમના કાર્યને આવકારુ છું. પરંતુ આ કિસ્સો ભાજપ – કોંગ્રેસનો નથી આપણા રાજ્યના અન્નદાતાઓનો છે, તમામ ધારાસભ્ય અને સાંસદોએ બાહર આવવુ જોઈએ.

ગુજરાત રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતાં બીજ માફિયા – બીજ બુટલેગરોને નાથવા માટે કોંગ્રેસ પક્ષે ૬ થી વધુ વાર મુખ્યમંત્રી/ પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રીને વિનંતી પત્રો લખ્યા છે. પરંતુ ભાજપા સરકારએ અમને એકપણ પત્રનો જવાબ નથી આપ્યો જે રાજ્ય સરકારનુ ખેડૂતોની પીડા અને પરેશાની ઉપરનું વલણ છે..

કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનહર પટેલ(Congress leader Manhar Patel) વર્ષોથી માંગ કરી રહ્યા છે કે, ખેડૂતોને સરકારી સમસ્યાથી મુક્તિ આપો અને ખેતી-ખેડુતોને બચાવો.. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારને અમારા સકારાત્મક સૂચનો છે, અને તે દિશામાં આગળ વધે તો અમને વિશ્વાસ છે કે અનઅધિકૃત બીટી બીજ ઉત્પાદન અને વેચાણ અટકાવી શકીશુ અને તો જ ખેડૂતોને કરોડો રૂપિયાની આર્થિક નુકસાનીમાથી બચાવી શકાશે…

સીડ પોલિસી બનાવવી જોઈએ
ખેડૂતોને નુકસાનીનું વળતરની કાયદામા જોગવાઈ..
ગુનોનો કારોબાર કરનાર વેપારીને દંડ નહીં ઓછામાં ઓછી ૧૦ વર્ષની કેદની જોગવાઈ.

આ અનઅધિકૃત વેપારને ખતરનાક ગુનાની શ્રેણીમા મૂકવામાં આવે.
એક વાર પકડાઈ તે ફરી કોઇ પણ પ્રકારનું બીજ ઉત્પાદન કે વેચાણ ન કરી શકે તેવી જોગવાઈ .
ખેડૂતની કોઈપણ ફરિયાદના કેસ માટે ફાસ્ટ સ્ટ્રેક કોર્ટની રચના થાય..
જિનેટિકલ ટેક્નોલોજીનું કોઈપણ બિયારણ સરકારી રાહે સંશોધન અને ઉત્પાદન થાય ખાનગી પેઢી ઉત્પાદન નહીં કરવાની જોગવાઈ કરવામાં આવે..

મનહર પટેલે(Congress leader Manhar Patel) વધુમાં જણાવતા કહ્યું કે, આ તમામ મુદ્દે રાજ્ય સરકાર આગળ વધવા ગંભીરતા દાખવશે તો અનેક સમસ્યાનો અંત આવશે…

Be the first to comment on "ફરી એકવાર બીટી કપાસના નકલી બિયારણનો મુદ્દો સળગ્યો, કોંગ્રેસ નેતા મનહર પટેલ બન્યા આક્રમક"

Leave a comment

Your email address will not be published.


*