આજે કોરોના વાયરસે આખી દુનિયાને તેનો શિકાર બનાવી દીધી છે. દુનિયાની તમામ મહાસત્તાઓ આજે કોરોના સામે જુકી ગઈ છે. કોઈપણ પાસે આજે કોરોનાને ટ=રોકવા માટે કોઈ પણ ઉપાય અથવા ઇલાઝ નથી. કોરોનાને કારણે લાખો લોકોના મોત થઇ ગયા છે. અને હજુ પણ દિવસેને દિવસે મૃત્યુ આંકમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વની તમામ લેબોરેટરીઓ આજે કોરોનાની રસી શોધી રહ્યા છે પણ કોઈને પણ સફળતા મળી નથી.
કોરોના વાઈરસે જાન્યુઆરી મહિનાના અંતમાં જયારે ભારતમાં એન્ટ્રી લીધી હતી ત્યારે એવા દાવા થયાં હતા કે 35 ડિગ્રીથી વધુ ઉષ્ણતામાનમાં વાઈરસનો ખાત્મો થઇ જાય છે પણ ગુરુવારના રોજ લગભગ 42 ડિગ્રીના પ્રકોપ સાથે ગુજરાતની ધરતી ધગધગી રહી છે. આમ છતાં ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. આમ છતાં પણ કોરોના વાઈરસનો નાશ થવાના બદલે વધુ આક્રમક રીતે ફેલાઈ રહ્યો છે. હાલમાં જ થયેલાં સર્વેક્ષણ પ્રમાણે કોરોનાના સુક્ષ્મ વાઈરસ 56 ડિગ્રી ઉષ્ણતામાન સુધી જીવંત રહી શકે છે અને હવે એક નવી થીયરી સામે આવી છે જુન મહિનાના અંતમાં આખું ઋતુચક્ર બદલાશે, આકાશમાં કાળા વાદળો ઘેરાશે અને વાતાવરણમાં 70 ટકાથી વધુ માત્રામાં ભેજનું પ્રમાણ વધશે ત્યારે વાઈરસ જાતે જ નાશ પામશે. સરળ શબ્દોમાં કહીએ તો આ ભાગવાનો ચમત્કાર જ કહી શકાય.
નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, વિશ્વના વિકસીત રાષ્ટ્રોની લેબોરેટરીમાં થયેલાં ટેસ્ટીંગમાં એવું સાબીત થયું છે કે, અતિ સુક્ષ્મ કોરોના વાઈરસનું બાહ્ય આવરણ મેડિકલ ભાષામાં લાઈપિડ એટલે સાદી ભાષામાં ચરબીનું બનેલુ હોય છે એટલા માટે વારંવાર સાબુથી વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોરોના વાઈરસે જયારે ભારતમાં દસ્તક આપી હતી ત્યારે એવો વૈજ્ઞાનિક તર્ક હતો કે વિશ્વમાં મહામારી ફેલાવનારો આ વાઈરસ 35 ડિગ્રી ઉષ્ણતામાનમાં ટકી શકે નહીં, આજે ગુજરાતમાં સરેરાશ 42 ડિગ્રી ગરમી વરસી રહી છે છતાં કોરોના વાઈરસ સક્રીય છે અને વધુ આક્રમક બની રહયો છે.
લેબોરેટરી ટેસ્ટમાં તાજેતરમાં થયેલાં સર્વેક્ષણ મુજબ કોરોના વાઈરસ લગાતાર 56 ડિગ્રી સુધી જીવંત રહી શકે છે પરંતુ નવી આશા એવી જન્મી છે કે, ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ 70 ટકાની આસપાસ વધે એટલે કોરોના વાઈરસનો ખાત્મો બોલાઈ શકે છે.
હવામાં ભેજનું પ્રમાણે 70 ટકાથી વધુ કયારે થઈ શકે છે તે અંગે આણંદના હવામાન શાસ્ત્ર વિદ્યાપીઠના નિવૃત્ત પ્રાધ્યાપક ડો. વ્યાસ પાંડેએ જણાવ્યુ હતુ કે, સામાન્ય સંજોગોમાં 15મી જૂન પછી હવામાં ભેજનું પ્રમાણ વધી શકે છે. હાલની આબોહવા પ્રમાણે તા. 31મી પછી ગુજરાત રાજયમાં વરસાદના છુટાછવાયા ઝાપટાની વકી છે. ઓછામાં ઓછા વરસાદના બે ઝાપટાં પડયા પછી જ હવામાનમાં ભેજનું પ્રમાણ 70 ટકાથી ઉંચુ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news