રાજસ્થાન: રાજ્યમાં અવારનવાર આત્મહત્યા(Suicide)ના બનાવો સતત વધી રહ્યા છે. તેવામાં બુંદી જિલ્લા(Bundi district)માં રવિવારે સવારે પ્રેમી યુગલે ફાંસી(Loving couple hanged) લગાવી લીધી હતી. યુવકનો મૃતદેહ ઝાડ પરથી લટકતો મળી આવ્યો હતો, જ્યારે યુવતીનો ગળામાં ફાંસો લગાવી દેવાયેલો મૃતદેહ કૂવામાં પડ્યો હતો. પોલીસ(Police) ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. પોસ્ટમોર્ટમ(Postmortem) કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે, પ્રેમસંબંધને કારણે મોડી રાત્રે યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ફંદો તૂટી જવાથી યુવતી કૂવામાં પડી ગઈ હતી. પોલીસને તપાસ દરમિયાન પ્રેમી યુગલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
CI મુકેશ મીણાએ જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર દંપતી દેવરાજ મીના અને પ્રિયંકા મીના નેત ગામ હિંડોલી બુંદીના રહેવાસી હતા. દેવરાજ મીણા ખાનગી કોલેજમાંથી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, જ્યારે પ્રિયંકા 12 માં ધોરણની વિદ્યાર્થીની હતી. સવારે 7 વાગ્યે બંનેના મૃતદેહ ઘરથી થોડા અંતરે ખેતરમાં બનાવેલા કૂવા પાસેથી મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, દેવરાજ અને પ્રિયંકાનું ઘર થોડે દૂર છે. બંનેનું લાંબા સમયથી અફેર ચાલતું હતું. બંને એક જ ગોત્રના હતા. તેઓ જાણતા હતા કે, તેમના લગ્ન થઇ શકે તેમ ન હતા. પ્રિયંકાના પિતા સોજીલાલ મીનાએ થોડા દિવસો પહેલા પ્રિયંકાના લગ્ન વિશે વાત કરી હતી.
પરિવારની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પ્રિયંકા થોડા સમયમાં આવવાનું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી. રાત્રે 12 વાગ્યાની આસપાસ દેવરાજ ખેતરમાં બળદ ચલાવવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે પરિવારે ધ્યાન ન આપ્યું હતું. પરિવારના બંને સભ્યો સૂઈ ગયા હતા. સવારે ઉઠીને જોયો તો બંનેના મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.