લખીમપુર ખીરી જિલ્લામાં એક મુસ્લિમ યુવતીએ રોજા હોવા છતાં રક્તદાન કરીને સારો દાખલો બેસાડયો છે અને લિવરના ગંભીર દર્દીની મદદ કરી છે.લિવરની ગંભીર બિમારીથી ઝઝૂમી રહેલા વિજય રસ્તોગી નું બ્લડ ગ્રુપ ‘ઓ’ નેગેટિવ છે.તેમની તબિયત ખરાબ થવાથી લોહી ચડાવવાની જરૂર હતી.એવામાં અલીશા ખાન તેમના માટે દેવદૂત બનીને સામે આવી અને રોજા આ દરમિયાન પણ તેમને વિજયને રક્તદાન કર્યું. અને સમાજમાં એક દાખલો બેસાડયો છે.
વિજયને છેલ્લા ઘણા સમયથી લિવરની ગંભીર બીમારી છે.લગભગ એક અઠવાડિયા પહેલા તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તેમનું હિમોગ્લોબીન ઝડપથી નીચલા સ્તર પર પહોંચી ગયું હતું. તૃપ્તિના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ પરિવારને ‘ઓ’ નેગેટિવ ગ્રુપનું લોહી પહોચતું કરવા માટે કહ્યું હતું. આ બ્લડ ગ્રુપ દુર્લભ હોય છે.
તેમણે જણાવ્યું કે વિજયના પરિવારજનોએ lockdown દરમિયાન લોહી ની વ્યવસ્થા કરવાની ખૂબ મહેનત કરી પરંતુ સફળતા ન મળી. એવામાં તેમણે એક સામાજિક સંસ્થા ચલાવતાં જશપાલસિંહ નો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે રક્તદાતાઓનું એક લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે, જેમાં અલીશા ખાન નું નામ સામે આવ્યું છે.તેનું બ્લડ ગ્રુપ ‘ઓ’ નેગેટિવ છે.
જશપાલસિંહના અનુસાર એ દિવસે રમજાનનો પહેલો દિવસ હતો એટલા માટે આલિશા પાસે રક્તદાન માટે સંપર્ક કરવામાં તેઓ ખચકાટ અનુભવી રહ્યા હતા. પરંતુ વિજયની હાલત જોતાં તેમણે અલીશા ને ફોન કરી મદદ માગી.તેમણે જણાવ્યું કે અલીશાએ વગર કોઈ ખચકાટ એ લોહી દેવા માટે તૈયાર થઈ ગઈ અને કહ્યું કે તે રોઝા ઇફતાર કર્યા બાદ નિશ્ચિત રીતે હોસ્પિટલ આવી રક્તદાન કરશે.
તે પોતે કહ્યા અનુસાર હોસ્પિટલ પહોંચી અને રક્તદાન કર્યું. અલીશાએ કહ્યું કે તેમને એ વાતની ખુબ ખુશી થઇ કે તેના લીધે કોઈનો જીવ બચી ગયો. વિજયના દીકરા એ અલીશાનો આભાર માનતા કહ્યું કે લોહી ચડાવ્યા બાદ તેમના પિતાનું હિમોગ્લોબીન સ્તર વધી ગયું છે. હાલમાં તેઓ નો ઈલાજ ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news