હાલ સમગ્ર ગુજરાત (Gujarat)માં ચૂંટણીના માહોલ જામી રહ્યો છે. આવી સ્થિતિમાં અનેક અવનવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરત (Surat)માં સ્ટેટેસ્ટીક સર્વિલન્સ (Statistical surveillance) દ્વારા ઇનોવા કારમાંથી 75 લાખ રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ બે વ્યક્તિઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ એક વ્યક્તિ ભાગવામાં સફળ થઈ ગયો હતો. આ દરમિયાન લાખો રૂપિયા ભરેલી કારમાંથી કોંગ્રેસનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. આ ઘટનામાં ભાગી રહેલા વ્યક્તિનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે.
View this post on Instagram
રીતસરના ગાડી છોડીને ભાગતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા:
સીસીટીવીમાં ઝભ્ભા અને લેંઘામાં ભાગી રહેલા વ્યક્તિ કોંગ્રેસના સેક્રેટરી બી એમ સંદીપ હોવાનું કહેવાય રહ્યું છે. જો કે, કોંગ્રેસ દ્વારા આ તમામ આરોપો નકારવામાં આવ્યા છે. પરંતુ હાલ આ સીસીટીવી ખુબ જ ચર્ચાનો વિષય બની ચુક્યા છે. સીસીટીવીમાં દેખાતો શખ્સ AICCના સેક્રેટરી બી. એમ. સંદીપ છે. તેઓ રીતસરના ગાડી છોડીને ભાગતા હોય તેવા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે.
સુરતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવી ગયો:
વાયરલ થઈ રહેલા આ સીસીટીવીમાં સાફ જોઈ શકી છે કે, કોંગ્રેસ AICCના સેક્રેટરી જાણે પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હોય. જે રીતે કારમાં 75 લાખ જેટલી મોટી રકમ ઝડપાઈ હતી. તેને કારણે પોતે ત્યાં હાજર ન હોવાનું પુરવાર કરવા માટે બી. એમ. સંદીપ કાર છોડીને ભાગ્યા હતા. જ્યારે સ્ટેટેસ્ટીક ટીમ દ્વારા કાર ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે ત્રણ વ્યક્તિઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી બે ઝડપાઈ ગયા હતા અને એક ફરાર થઈ ગયો હતો. જેમાં ફરાર થઈ ગયેલા વ્યક્તિ બી. એમ. સંદીપ હોવાનું સામે આવ્યું છે.
કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળ્યા હતા:
સ્ટેટેસ્ટિક સ્ટીમ દ્વારા ચૂંટણીને લઈને વાહન ચેકિંગ દરમિયાન જે કારમાંથી આ રૂપિયા પકડી પાડવામાં આવ્યા હતા. એ જ કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળી આવ્યા હતા. કાર પાસેથી આધારકાર્ડ મળી આવ્યો છે. આધારકાર્ડ બી.એમ. સંદીપનો હોવાનું જાણવા મળ્યું છે. જે કાર પાસેથી મળી આવ્યો હતો.
રાહુલ ગાંધીની સભાના ખર્ચના રૂપિયા હોવાની ચર્ચા:
આ અંગે કેટલાક નેતાઓનું કહેવું છે કે, મહુવા ખાતે રાહુલ ગાંધીની જે જાહેર સભા યોજાઇ હતી. તેમાં આયોજન માટે જે ખર્ચ થવાનો હતું. તેના પેમેન્ટ ચૂકવવા માટે આ રૂપિયા લાવવામાં આવ્યા હતા.
ભાજપનું બદનામ કરવાનું ષડયંત્ર-કોંગ્રેસ:
ત્યારે આ સિવાય આ અંગે કોંગ્રેસના નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ભાજપનું ષડયંત્ર છે. કોંગ્રેસને બદનામ કરવા તેઓ અલગ અલગ રીતે કારસા રચી રહ્યાં છે. કોઈનું આધારકાર્ડ મળે કે કોંગ્રેસના કાર્ડ મળે તો એ બીએમ સંદીપ સાબિત થતા નથી. તેઓ એ દિવસે સુરતમાં હતા જ નહીં. સાથે જ સીસીટીવીમાં એ સ્પષ્ટ પણ થતું નથી કે તેઓ સંદીપ છે.
ઉદય ગુર્જરના ગેહલોત સાથે ફોટો:
ઝડપાયેલા બે આરોપીમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તે રાજસ્થાન યુથ કોંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા, દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધી ગાંધીની સભામાં પણ હાજર હતો. તેથી સાફ જાણી શકાઈ છે કે, ઝડપાયેલી લાખોની રોકડનું કનેક્શન આખરે કોંગ્રેસ સાથે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.