દરેક વ્યક્તિના જીવનમાં જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્રનું વિશેષ મહત્વ છે હાથની લીટીઓ દ્વારા વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણું જાણી શકાય છે. હસ્તરેખા જ્યોતિષમાં હાથની રેખાઓથી ભવિષ્ય જોઈ શકાય છે. તમારા જીવનમાં આગળ શું થશે, તમારું આયુષ્ય કેટલુ હશે, કેટલા બાળકો હશે આ બધું તમારા હાથની રેખામાં છુપાયેલું હોય છે.
હસ્તરેખા જ્યોતિષનાં માધ્યમથી આંગળીની નીચે શનિ પર્વતનું સ્થાન હોય છે. ખાસ વાત એ છે કે, શનિ પર્વત બહુ ભાગ્યશાળી મનુષ્યના હાથમાં હોય છે. શનિ ગ્રહથી પ્રભાવિત વ્યક્તિની શારીરિક રચના વિશે સરળતાથી જાણકારી મેળવી શકાય છે. આવી વ્યક્તિનું કદ સામાન્ય કરતા વધારે ઉંચું હોય છે. તેમજ તેમના માથામાં વાળ ઓછા હોય છે.
લાંબા ચહેરા પર અવિશ્વાસ અને શંકા ભરેલી તેમની ઉંડી અને નાની આંખો હંમેશા ઉદાસ હોય છે. તેમજ તેઓ પોતાનો ક્રોધ, ઉત્તેજનાને છુપાવી નથી શકતા. સંપૂર્ણપણે વિકસિત શનિ પર્વત વાળી વ્યક્તિ નસીબદાર હોય છે. આવા વ્યક્તિના જીવનમાં પોતાના પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત કરે છે.
શુભ શનિ પર્વત વાળી વ્યક્તિ એન્જિનિયર, વૈજ્ઞાનિક, જાદૂગર, સાહિત્યકાર, જ્યોતિષ અને રસાયણ શાસ્ત્રી બને છે. શુભ શનિ પર્વત વાળી વ્યક્તિ પોતાના માતા-પિતાની એકનાં એક સંતાન હોય છે. તેમના જીવનમાં પ્રેમનું બહુ મહત્વ હોય છે. તેઓ સ્વભાવથી સંતોષી અને કંજૂસ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.