બાંગ્લાદેશી છોકરીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલતો ઈન્દોરનો ટોપીબાઝ સુરતથી ઝડપાયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh): આજકાલ દેહવેપારનાં ગોરખધંધા ખુબ જ વધી ગયા છે. ત્યારે રાજ્યના ઇન્દોર(Indore)માં બાંગ્લાદેશી છોકરીઓ(Bangladeshi girls)ના હ્યુમન ટ્રાફીકીંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને…

મધ્યપ્રદેશ(Madhya Pradesh): આજકાલ દેહવેપારનાં ગોરખધંધા ખુબ જ વધી ગયા છે. ત્યારે રાજ્યના ઇન્દોર(Indore)માં બાંગ્લાદેશી છોકરીઓ(Bangladeshi girls)ના હ્યુમન ટ્રાફીકીંગના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત શહેર એસ.ઓ.જી.(Surat City S.O.G.) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મુનીર(Munir) ઉર્ફે મીરૂલ પાલેક ગાઝી વારત ઈન્દોરના દેહવ્યાપારનો માસ્ટર માઈન્ડ હતો. જે બાંગ્લાદેશની છોકરીઓને દેહવેપારના ધંધામાં ધકેલતો હતો.

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના વિજયનગર, લસુડીયા અને એમ.આઈ.જી., પોલીસ સ્ટેશનોમાં 2020માં અપહરણ અને હ્યુમન ટ્રાફીકિંગ અંગેના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા કુલ 17 છોકરીઓને મુક્ત કરાવી હતી. આ ગુનાની તપાસ માટે ઇન્દોર પોલીસ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. જેમાં એક નાસતો ફરતો આરોપી સુરત ખાતે રહેતો હોવાની બાતમીના આધારે તે આરોપીને પકડી પડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશ ખાતેથી દેહવ્યપારના ધંધામાં ધકેલવાના આશ્યથી કેટલીક છોકરીઓને ઇન્દોર મહાલક્ષ્મીનગર વિસ્તારની મોહીત હોટલના એક રૂમમાં બંધક બનાવી રાખી હતી. બાતમી આધારે ઇન્દોર પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને બંધક બનાવેલ આઠ છોકરીઓને મુક્ત કરાવી અને પાંચ આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બાદમાં તેઓની તપાસમાં છોકરીઓને સપ્લાય કરનાર આરોપીઓ પૈકી સુરત ખાતે રહેતા એક આરોપીનુ નામ સામે અવાયું હતું. જે આરોપીનું ઇન્દોર પોલીસ પાસે ફક્ત અધુરૂ નામ અને ટુંકુ સરનામુ હતું.

જેથી આ આરોપીને ઇન્દોર પોલીસ શોધી રહી હતી પરંતુ આરોપી મળ્યો ન હતો. જેથી ઇન્દોરથી તપાસમાં આવેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ પાસેથી વોન્ટેડ આરોપી બાબતે જરૂરી તમામ પ્રકારની માહીતી એકઠી કરી આ આરોપીને શોધી કાઢવા માટે એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, બાતમી આધારે લિંબાયત શ્રીનાથ સોસાયટી પાસેથી આરોપી મુનીર ઉર્ફે મીરૂલ પાલેક ગાઝી વારતને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં એવી હકીકત જાણવા મળી હતી કે, પશ્ચીમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી દલાલની મદદથી આર્થિક રીતે અત્યંત પછાત વર્ગના પરીવારની સગીરવયની છોકરી તથા તેના પરીવારને પૈસાની લાલચ આપી તેમને દેહવિક્રયના ધંધામાં છોકરીને મોકલવા ગમે તે પ્રકારે તૈયાર કરતા હતા.

બાદમાં સગીરવયની છોકરીઓની તસ્કરી કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી ટ્રેન મારફતે અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. આવા દલાલો સાથે મળી આરોપી તસ્કરી કરીને લાવેલ છોકરીઓને મેળવી તેમને અલગ અલગ શહેરોમાં દેહવિક્રય માટે મોકલતો હતો. તેવી જ એક છોકરીને મધ્યપ્રદેશ લાવી દેહવિક્રયના ધંધામાં ધકેલવાના માટે તે છોકરીને અગાઉ પકડાયેલ આરોપીઓને આપેલ હતી. પરંતુ, ઇન્દોર પોલીસ દ્વારા આ રેકેટ પકડવામાં આવતા પોતે ઇન્દોરથી સુરત ભાગીને આવી ગયો હોવાની હકીકત તેણે જણાવી હતી.

આ અંગે મુનીરૂલે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાથી દેશભરના બીજા દલાલોનો સંપર્ક કરવામાં આવતો હતો. યુવતીઓને એક અઠવાડિયા મોકલતા તે માટે અન્ય શહેરોનો દલાલો પાસેથી 30 હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની રકમ મેળવતા હતા. બાંગલાદેશી યુવતીઓ સુરત આવતી તે પહેલાં મુંબઈના ભાયંદર વિસ્તારમાં રહેતી. ત્યાં તેમને ડ્રગ પણ આપવામાં આવતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *